આપડે હોટલામાં ખાવા જઇ ત્યાર બાદ ભોજન પછી વરિયાળી આને સાકર આપવામાં આવે છે. શું તમે વિચાર્યું છે આવું કેમ કરવામાં આવે છે. આવો જાણીએ તેના પાછળનું કારણ અને સ્વાસ્થ્ય સાથે જોડાયેલા ફાયદા વિશે.
કેટલાક લોકો માને છે વરિયાળી અને સાકર માઉથ ફ્રેશનર તરીકે ઉપયોગ કરવામાં આવે છે. કારણ કે તેના સેવનથી ખોરાક ખાધા પછી મોઢાંમાંથી કોઇ પણ પ્રકારની દુર્ગંધ નથી આવતી.
વરિયાળી અને સાકર ખાવાથી પાચનતંત્ર મજબૂત બને છે. વરિયાળીમાં વિટામિન્સ, ફાયબર, કેલ્શિયમ સહિતના પોષકતત્ત્વો રહેલા હોય છે. ભોજન કર્યા પછી તેનું સેવન કરવાથી ખોરાક ઝડપથી પચે છે.
વરિયાળી અને સાકર એક સાથે ખાવાથી શરીરમાં લોહીની ઉણપ પૂરી કરવામાં મદદ મળે છો. ભોજન પછી આનું સેવન કરવાથી હિમોગ્લોબિનનું લેવલ સારું રહે છે.
વરિયાળી અને સાકરના સેવનથી ઇમ્યૂનિટી બુસ્ટ થાય છે, કારણ કે વરિયાળીમાં વિટામિન-સી રહેલું હોય છે. તેની સાથે શરીરની પ્રતિરોધક ક્ષમતા વધારવામાં મદદ કરે છે.
ઘણાં લોકોને ભોજન કર્યા પછી આળસ આવવા લાગે છે. ભોજન કર્યા પછી વરિયાળી અને સાકરનું સેવન કરવાથી શરીર ફ્રેશ ફીલ રહે છે અને આળસ દૂર થાય છે.
કહેવાય છે કે સાકર પચવામાં ખાંડ કરતાં હળવી હોય છે. આમાં ખાંડ કરતાં ઓછી ગળપણ હોય છે. આનું સેવન કરવાથી રાત્રે આવતી સૂકી ખાંસીમાં રાહત મળે છે.
ભોજન કર્યા પછી વરિયાળી- સાકરની સુગંધ આપણા મગજને શાંત કરવાનું કામ કરે છે. સાથે જ તેના સવેનથી હેપ્પી હોર્મોન્સનું સીક્રેશન વધે છે અને સ્ટ્રેસ ઘટવા લાગે છે.