ગુજરાતી ફૂડ રેસીપી : ગુજરાતની પ્રખ્યાત વાનગીઓ ઘરે કેવી રીતે બનાવવી, ચાલો જાણીએ


By Vanraj Dabhi30, Nov 2023 01:14 PMgujaratijagran.com

ગુજરાતી વાનગીઓ

જ્યારે પણ આપણે ગુજરાતી ફૂડ વિશે વાત કરીએ છીએ ત્યારે આપણા મગજમાં સૌથી પહેલા ઢોકળા, ખાંડવી. ગુજરાતી ફૂડ માત્ર સ્વાદની દૃષ્ટિએ જ નહીં પણ સ્વાસ્થ્યની દૃષ્ટિએ પણ ખૂબ સારું માનવામાં આવે છે. આવો જણીએ ગુજરાતી ફૂડની યાદી વિશે.

ઢોકળા

ગુજરાતની સૌથી પ્રખ્યાત રેસીપી ઢોકળા છે, જે મુખ્યત્વે ચણાના લોટથી બનાવવામાં આવે છે પરંતુ તમે તેને બીજા ઘણા લોટમાંથી પણ બનાવી શકો છો. આ ઓછી કેલરીવાળો નાસ્તો છે.

ખાંડવી

ખાંડવી ચણાના લોટના નાના કદના રોલને કાપીને બનાવવામાં આવે છે. આ પીળો નાસ્તો સરસવના દાણા અને નારિયેળની ચટણી સાથે પીરસવામાં આવે છે.

મેથીના ગોટા

મેથીના ગોટાએ મેથીના પાન, ચણાનો લોટ, લોટ, મીઠું અને મરચાંના પાવડરમાંથી બનાવવામાં આવે છે. તમે આ આને ગમે ત્યારે ખાઈ શકો છો.

હાંડવો

ચોખા, દાળ અને દૂધી, ગાજર, લીલા વટાણા જેવા શાકભાજીનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે અને હમેશાં લીલી ચટણીની સાથે પીરસવામાં આવે છે.

પુડલા

ટેસ્ટી અને હેલ્દી પુડલાએ એક ગુજરાતી પેનકેક છે જે આરોગ્યપ્રદ ઘટકો ચણાનો લોટ, ઘઉંનો લોટ, મસાલા અને શાકભાજીથી બનાવવામાં આવે છે.

મેથીના થેપલા

મેથી થેપલા એક લોકપ્રિય ગુજરાતી વાનગી છે જે માત્ર થોડી જ મિનિટોમાં તૈયાર કરી શકાય છે. મેથીના પાન, આદુ, મરચાં અને દહીં વડે લોટ બાંધો અને તેમાંથી ક્રિસ્પી પરાઠા બનાવી શકાય છે.

દાળ ઢોકળી

દાળ ઢોકળી એક ગુજરાતી રેસીપી છે જેને મુખ્યત્વે દાળ અને ઘઉંના લોટથી બનાવવામાં આવે છે. આ રેસીપીમાં તેને થોડી મીઠી અને મસાલેદાર બનાવવા માટે ઢોકળીના ટુકડાને થોડી ઘાટી દાળમાં પકાવવામાં આવ્યા છે.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક શેર કરો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

સેવ ઉસળ રેસીપી : વડોદરાનું પ્રખ્યાત સેવ ઉસળ ઘરે બનાવાની સરળ રીત નોંધી લો