સેવ ઉસળ રેસીપી : વડોદરાનું પ્રખ્યાત સેવ ઉસળ ઘરે બનાવાની સરળ રીત નોંધી લો


By Vanraj Dabhi30, Nov 2023 12:13 PMgujaratijagran.com

સેવ ઉસળ માટેની સામગ્રી

રગડા માટે 2 કપ બાફેલા વટાણા, 1/2 કપ બાફેલા બટાકા, 2 ટામેટાં, 2 ચમચી લસણ, 1 ડુંગળી, 1 ચમચી લાલ મરચું, પાવડર 1 ચમચી ધાણા પાવડર, 1/2 ચમચી હળદર પાવડર, સ્વાદ મુજબ મીઠું, 2 ચમચી તેલ.

સેવ ઉસળ બનાવવાનું સ્ટેપ- 1

રગડો બનાવવા માટે પહેલા વટાણાને બાફી લો, અને તેમાં સ્વાદ મુજબ મીઠું નાખો.

સ્ટેપ- 2

હવે એક પેનમાં રાય, હીંગ, ડુંગળી, આદુ, લસણ નાખીને વઘાર કરો.

સ્ટેપ- 3

હવે સમારેલા ટમેટામાં લાલ મરચું પાવડર, ગરમ મસાલો, હળદર અને ધાણા-જીરું પાવડર સાથે સ્વાદ અનુસાર મીઠું નાખો.

સ્ટેપ- 4

હવે તેમાં થોડું પાણી નાખો અને તેમાં બાફેલા વટાણા અને બટેટા મિક્સ કરીને ધીમી આંચ પર પકાવો.

સ્ટેપ- 5

ગ્રેવી બનાવવા માટે એક પેનમાં તેલ, વાટેલું લસણ અને લાલ મરચું પાવડર નાખીને મિક્સ કરો. હવે થોડું પાણી નાખીને ફરીથી ગરમ કરો.

સ્ટેપ- 6

હવે એક બાઉલમાં રગડા નાખો અને પછી થોડી ગ્રેવી નાખીને ડુંગળીથી ગાર્નિશ કરીને સર્વ કરો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

મેગી રેસીપી : મસાલેદાર વેજીટેબલ મેગી ઘરે બનાવવા માટે આ સરળ રીત નોંધી લો