મેગી રેસીપી : મસાલેદાર વેજીટેબલ મેગી ઘરે બનાવવા માટે આ સરળ રીત નોંધી લો


By Vanraj Dabhi30, Nov 2023 10:56 AMgujaratijagran.com

સામગ્રી

140 ગ્રામ મેગી નૂડલ્સ, 1 ચમચી માખણ, 1/4 કપ વટાણા, 1 ટમેટું,, 1 લીલું મરચું, 1/4 ચમચી ગરમ મસાલા પાવડર, 12 ગ્રામ મેગી મસાલો, 1/4 ચમચી કાળા મરી પાવડર, 1/2 ડુંગળી, 1/2 ચમચી લસણની પેસ્ટ, 1/4 ચમચી હળદર, 1/2 કેપ્સીકમ, 1/4 ચમચી લાલ મરચું પાવડર, 1 ચપટી ચાટ મસાલા પાવડર, જરૂર મુજબ મીઠું, 1/2 કપ પાણી

બનાવવાની રીત સ્ટેપ- 1

એક પેન મધ્યમ આંચ પર મૂકો અને તેમાં પાણી નાખીને તેને ઉકાળો.

સ્ટેપ- 2

હવે એક ચૉપિંગ બોર્ડ લો અને તેના પર ડુંગળી, કેપ્સિકમ, ટામેટા અને લીલા મરચાને સમારી લો.

સ્ટેપ- 3

હવે પાણી ઉકળવા લાગે એટલે તેમાં મેગી મસાલા નૂડલ્સ અને વટાણા ઉમેરો.

સ્ટેપ- 4

ત્યારબાદ નૂડલ્સ અને વટાણાને નરમ થાય ત્યાં સુધી પકાવો.

સ્ટેપ- 5

હવે બીજી એક પેનમાં માખણ નાખીને તેને ગરમ કરો.

સ્ટેપ- 6

હવે તમે સમારેલી ડુંગળી નાખીને ફ્રાય કરો.

સ્ટેપ- 7

હવે તેમાં લસણની પેસ્ટ, સમારેલા કેપ્સિકમ, ટામેટાં અને લીલાં મરચાં નાખીને એક-બે મિનિટ સુધી સારી રીતે ફ્રાય કરો.

સ્ટેપ- 8

ત્યાર બાદ રાંધેલા શાકભાજીમાં લાલ મરચું પાવડર, હળદર પાવડર, ગરમ મસાલા પાવડર, કાળા મરી પાવડર ઉમેરો અને એક મિનિટ માટે ફ્રાય કરો.

સર્વ કરો

હવે આમાં બાફેલા મેગી નૂડલ્સ અને વટાણા તેમજ મસાલા ઉમેરીને સારી રીતે મિક્સ કર્યા બાદ 1 મિનિટ પકાવીને ગરમા ગરમ સર્વ કરો.

પાલક પનીર પરાઠા રેસીપી : આ રીતે નાસ્તામાં ઘરે જ બનાવો પાલક પનીર પરાઠા