ચણાનો લોટ સ્વાસ્થ્ય માટે ઉત્તમ ખોરાક માનવામાં આવે છે,જેનાથી તમે ઘરે અનેક પ્રકારની વાનગીઓ બનાવી શકો છો, ચોલા જાણીએ.
ચણાના લોટના લાડુ સ્વાદમા ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે,તમે તેને ઘરે સરળતાથી બનાવી શકો છો. તેને બનાવવા માટે શુદ્ધ ઘી,ચણાનો લોટ,ડ્રાયફ્રુટ્સ વગેરેની જરૂર પડે છે.
તમે ચણાના લોટમાંથી બરફી પણ બનાવી શકાય છે તેને બનાવવા માટે ઘી,ચણાનો લોટ,ડ્રાયફ્રુટ્સ,માવો વગેરે જરૂરી છે,તમે આ વાનગીઓ એક અઠવડિયા સુધી સ્ટોર પણ કરી શકો છો.
ચણાના લોટ વગર ભજીયાની કલ્પના પણ કરી શકાતી નથી.તમે ચણાના લોટમાંથી ઘણા પ્રકારના ભજીયા બનાવી શખો છો,જેમ કે ડુંગળી,રીંગણ,પનીર,કોબી બટેકા વગેરે.
તમે ચણાના લોટમાંથી ઝટપટ હલવો પણ બનાવી શકો છો, સોજીની જેમ ચણાના લોટને ઘીમાં નાખી હલકો સોનેરી થાય ત્યાં સુધી શેકો અને પછી માવો નાખીને હલવો બનાવો.
ઢોકળા ઘણી વસ્તુઓમાંથી બનાવી સાકય છે,જેમ કે ચોખાનો લોટ,ચણાનો લોટ,ચણાની દાળ વગેરે ચણાના લોચના ઢોકળા બનાવવામાં સરળ છે, સાથે જ તે ખાવામાં પણ ખૂબ જ સ્પોન્જ લાગે છે.
ચણાના લોટમાંથી બનતી કઢી આખા ભારતમાં પ્રખ્યાત છે, તમે તેને સામાન્ય દહીં સાથે મિક્સકરીને બનાવી શકો છો,તેને વધુ ટેસ્ટી બનાવવા માટે તેમાં ચણાના લોટના ભજીયા બનાવીને રાજસ્થાની સ્ટાઈલમાં બનાવો.
દક્ષિણ ભારતમાં લોકો ચણાના લોટની ચકરીનો નાસ્તો ખૂબ જ ઉત્સાહથી ખાય છે,તમે તેને ઘરે બનાવી શકો છો અથવા બહારથી ખરીદી શકો છો અને તેને ચા સાથે સેરવ કરી શકો છો.
આ બધા સિવાય તમે ચણાના લોટમાંથી પુડલા,સેવ,મથરી વગેરે, આવી વધુ સ્ટોરી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.