વિકસિત દેશ બનવા માટે વર્ષ 2047 સુધી 8-9 ટકા સરેરાશ વૃદ્ધિની જરૂર


By Nileshkumar Zinzuwadiya08, Sep 2023 04:39 PMgujaratijagran.com

8-9 ટકા વૃદ્ધિની જરૂર

ભારતને વર્ષ 2047 સુધી વિકસિત દેશ બનાવવા માટે આગામી 20 વર્ષ સુધી 8-9 ટકા દરથી વૃદ્ધિ નોંધાવવાની જરૂર છે. સરકારે વર્ષ 2047 સુધીમાં ભારતને એક વિકસિત દેશ બનાવવાનો એક લક્ષ્યાંક નક્કી કરવો જોઈએ.

વર્ષ 2047 સુધીનો લક્ષ્યાંક

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2047 સુધી ભારતને એક વિકસિત દેશ બનાવવાની દિશામાં કામ કરવાનું આહવાન કર્યું છે. ભારતને ચીન પ્લસ વન રણનીતિનો ફાયદો મળી શકે છે.

200 સ્ટાર્ટઅપ

ભારતમાં અગાઉથી જ 200 સ્ટાર્ટઅપ છે અને અહીં 2040 સુધી 100 અબજ ડોલરનું રોકાણ આવી શકે છે. ભારતમાં આર્થિક મોરચે સતત વિકાસ જોવા મળી રહ્યો છે.

પાંચમા ક્રમનું અર્થતંત્ર

ભારત વિશ્વનું પાંચમા ક્રમનું સૌથી મોટું અર્થતંત્ર ધરાવે છે. અમેરિકા, ચીન, જાપાન અને જર્મની બાદ ભારત પાંચમા ક્રમાંક પર આવે છે.

બજારમાં રોકાણકારોનો વિશ્વાસ વધ્યો, ઓગસ્ટ મહિનામાં સૌથી વધારે ડિમેટ ખાતા ખુલ્યા