ખાટી આમલીમાંથી નીકળતા બીજ મોટા ભાગે લોકો નકામા સમજીને ફેંકી દેતા હોય છે, પરંતુ તે સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે.
કેલ્શિયમ અને એન્ટિબેક્ટેરિયલ ગુણોથી ભરપૂર આમલીના બીજ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે, આવો જાણીએ નિષ્ણાંત પાસેથી
આમલીના બીજની છાલ કાઢી પાવડર બનાવી ખાંડ સાથે મિક્સ કરો. દરરોજ સવાર સાંજ ગરમ દૂધ સાથે 1 ચમચી માત્રામાં નાખીને ખાવ.
200 ગ્રામ આંબીલા શેકી લો, તેમાં 200 ગ્રામ સુગર કેન્ડી મિક્સ કરીને સ્ટોર કરો, દરરોજ એક ચમચી ગરમ દૂધ સાથે લો.
આમલીના બીજમાં કેલ્શિયમ અને મિનરલ ભરપૂર માત્રામાં હોય છે, તેનું સેવન કરવાથી હાડકમ મજબૂત થાય છે અને સાંધાની સમસ્યા પણ દૂર થાય છે.
તેનો સેવન કરવાથી મહિલાઓમાં સફેદ સ્રાવની સમસ્યા દૂર અને તેના તેના કારણે આવતી નબળાઈ પણ દૂર થઈ શકે છે.
આમલીના બીજમાં રહેલ ટેનીન નામનું તત્વ બેક્ટેરિયાના નિર્માણ અને વૃદ્ધિને રોકવામાં મદદ કરે છે.
મોટાભાગની મહિલાઓને કમરનો દુખાવાની સમસ્યા હોય છે, આમલીના બીજમાંથી બનાવેલ પાવડર કમરના દુખાવા માટે અસરકારક દવા છે.
સુંદર અને સુડોળ શરીર બનેવવા માટે દરરોજ તેનું સેવન કરવાથી થોડા દિવસમાં બદલાવ જોવા મળશે.
આમલીના બીજનું સેવન કરવાથી રોક પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે અને વારંવાર થતી નાની મોટી બીમારીઓથી બચાવે છે.
આ બીજને આહારમાં સામેલ કરો અને આવી આહાર સંબંધિત વધુ સ્ટોરી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.