આજકાલ એપલ સાઇડર વિનેગર ન્યુટ્રિશનિસ્ટ અને ડાયેટિશિયન્સ માટે જાદુઈ રસ સાબિત થઈ રહ્યો છે.
એપલ સાઇડર વિનેગર અંગે હાર્વર્ડમાં કરવામાં આવેલ એક અભ્યાસ કહે છે કે તે ફાયદાકરક સાબિત થઈ શકે છે.
પરંતુ એપલ સાઇડર વિનેગર લેવાનો શ્રેષ્ઠ સમય ક્યો છે? ન્યુટ્રિશન્સ્ટ્સનું માનવું છે કે સવારે ખાલી પેટે એખ ચમચી એપલ સાઇડર વિનેગર આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક રહેશે.
જો તમને લાગે છે કે તમારા શરીરનું વજન ઘટાડવા માટે મેટાબોલિઝમ વધારવાની જરૂર છે, તો તમે સવારના નાસ્તા પહેલા એપલ સાઇડર વિનેગર લઈ શકો છો.
તે શરીરમાં ઇન્સ્યુલિનની સંવેદનશીલતાને સુધારે છે અને પાચન પ્રક્રિયાને ખૂબ જ સરળ બનાવે છે.
બ્લડ સુગર લેવલ ઇન્સ્યુલિન દ્વારા નિયંત્રિત થાય છે અને જો તમારા શરીરમાં ઇન્સ્યુલિનનું પ્રમાણ યોગ્ય હશે તો ડાયાબિટિસનું જોખમ પણ ઓચું રહેશે.
એપલ સાઇડર વિનેગર કુદરતી એસિડિક હોય છે અને જે લોકોને ખોરાક પચાવવામાં તકલીફ હોય તેમના માટે ઉત્તમ છે.
એપલ સાઇડર વિનેગર ભૂખ લાગવાની સમસ્યાને ઓછી કરે છે, જો તમે કોઈ વ્યક્તિ ખૂબ જ ભૂખ્યુ હોય અને તેના કારણે વજન ઓછું કરી શકતું નથી, તો એપલ સાઇડર વિનેગર તેને ઠીક કરશે.
સગર્ભા સ્ત્રીઓએ એપલ સાઇડર વિનેગરનું સેવન ન કરવું જોઈએ, તેમજ જો કોઈનું પેટ ભરાયેલું હોય તો તેને પણ ન લેવું જોઈએ, પેટમાં અલ્સરની સમસ્યા હોય તો પણ આનું સેવન નુકસાનકારક રહેશે.
જો તમને આ સ્ટોરી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ સ્ટોરી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.