આમલી માત્ર સ્વાદનું જ નહીં પરંતુ સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખે છે, જાણો તેનો ઉપયોગ


By Smith Taral17, May 2024 04:04 PMgujaratijagran.com

આમલીનું નામ લેતા જ મોઢામાં પાણી આવી જાય છે. આમલીનો ઉપયોગ ઘણી વસ્તુઓ બનાવવા માટે થાય છે તે મીઠી ચટણી, પાણી-પૂરીનું પાણી, ચટણી અને ઈડલીના સાંભર, રસમ ને વધુ ટેસ્ટી બનાવે છે. ચાલો જાણીએ આમલીનો ઉપયોગ બીજી કઈ રીતે કરી શકાય છે

શાક બનાવવામાં

આમલીનો ઉપયોગ ચણા અથવા વટાણાનું શાકમા બનાવા માટે કરી શકાય છે, જ્યારે તમે ચણાનો મસાલા બનાવો ત્યારે આમલીનો પલ્પ તેમાં ઉમેરો

સુઠ બનાવવા માટે

આમલીનો પ્લપને સુઠ બનાવવા માટે ઉપયોગમાં લઈ શકાય છે આનાથી આદુ છ મહિના સુધી બગડતું નથી જો તે રેફ્રિજરેટરમાં રાખવામાં આવે તો

આઈસ ક્યુબ

જો આમલીનો પલ્પ કાઢવાનો સમય નથી, તો તેને આઈસ ક્યુબ ટ્રેમાં ફ્રીઝ કરી લો પછી તેને ઝિપ પાઉચમાં રાખી લો

આમલીનો શરબત

આમલીના પલ્પમાં થોડો ગોળ પાવડર, મીઠું, જીરું પાવડર અને પાણી ઉમેરો અને મિક્સ કરો અને બરફ ઉમેરી સ્વાદિષ્ટ શરબત બનાવો

આમલીનો શરબત

આમલીના પલ્પમાં થોડો ગોળ પાવડર, મીઠું, જીરું પાવડર અને પાણી ઉમેરો અને મિક્સ કરો અને બરફ ઉમેરી સ્વાદિષ્ટ શરબત બનાવો

ચટણી

આમલીના પલ્પમાં ઝીણી સમારેલી ડુંગળી, લીલું મરચું, થોડો ખાંડનો પાવડર અને મીઠું અને મરચું ઉમેરી તેની ચટણી બનાવી શકાય છે જેને ભજીયા અથવા સમોસા સાથે માણવામાં આવે છે.

સત્તુ શરબત

સત્તુ શરબતમાં લીંબુની જગ્યાએ આમલીનો પલ્પ, મીઠું, જીરું, ખાંડ વગેરે ઉમેરીને સત્તુ શરબત બનાવી શકો છો.

આમલી છે શરીર માટે ફાયદાકારક

આમલીમાં રહેલા એસિડ પાચન માટે ખૂબ જ ફાયદાકારક છે જે પેટના દુખાવા અને ઝાડાની સમસ્યામાં પણ અસરકારક બની રહે છે.

ખરાબ કોલેસ્ટ્રોલ

આમલીમાં રહેલા પોષકત્વો ખરાબ કોલેસ્ટ્રોલને ઓછું કરવા માં મદદરૂપ બને છે. જેના કારણે હૃદયની ધમનીઓમાં બ્લોકેજ થવાનો જોખમ ઘટે છે.

રોગપ્રતિકારક શક્તિ વધારે છે

આમલીમાં વિટામિન સી સારી માત્રામાં જોવા મળે છે, જે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે.

પીઠનો દુખાવામા આ 6 સરળ સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ કરવાથી મળશે રાહત