પીઠનો દુખાવામા આ 6 સરળ સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ કરવાથી મળશે રાહત


By Smith Taral17, May 2024 11:35 AMgujaratijagran.com

લાંબા સમય સુધી બેસી રહેવાથી, અથવા ભારે સામાન ઊંચકવાથી ક્યારેક પીઠમા દુખાવાની સમસ્યા ઊભી થાય છે. અને જો તેના પર ધ્યાન આપવામાં ન આવે તો દુખાવો વધી પણ શકે છે. આ માટે શરીરને કસરત આપવી જરુરી છે આ સ્ટોરીમાં આપણે કેટલીક સરળ સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ જોઈશું જે કરવાથી તમને પીઠના દુખાવામાં રાહત મળી શકે

બેક એક્સ્ટેંશન

આની માટે જમીન પર પેટના બળે સૂઈ જાઓ. તમારા હાથને તમારી છાતીની બાજુમાં રાખો અને શ્વાસ લેતી વખતે તમારી છાતીને ઉપર કરો. શરીરના ઉપરના ભાગને બને તેટલો ઉંચો કરવાનો પ્રયાસ કરો અને પાંચ સેકન્ડ સુધી આ પોઝમાં રહો. હવે તમારા હાથને પોઝીશને ને છોડી દો અને શ્વાસ છોડતી વખતે પાછલી પોઝીશનમાં પાછા આવો.

પેલ્વિક ટિલ્ટ

જમીન પર તમારી પીઠ પર સીધા સૂઈ જાઓ અને તમારા પગને ઘૂંટણથી વાળી લો, આ કરતી વખતે તમારા પગ જમીનને સ્પર્શ કરવા દેશો નહી. તમારા પેટના મસલ્ને મજબૂત કરો અને તમારા હિપ્સને સહેજ ઉઠાવો. આ સમયે તમારા પેલ્વિક સ્નાયુઓ ખેંચાયેલા હોવા જોઈએ. પાંચ સેકન્ડ સુધી આ પોઝમાં રહો અને પછી તેને બેથી ત્રણ વાર રિપીટ કરો.

ની પ્રેસ

આમા તમારે જમીન પર સૂઈને, તમારા ઘૂંટણને વાળી, તમારા પગને સપાટ જમીન પર રાખો. તમારા બંને હાથની મદદથી તમારા એક ઘૂંટણને તમારી તરફ ખેંચો અને તેને તમારી છાતી તરફ લાવવાનો પ્રયાસ કરો. 30 સેકન્ડ માટે આમ રહો અને પછી ફરી પાછળની પોઝીશનમાં આવી જાવો. બીજા પગ સાથે આમ જ સ્ટ્રેચિંગ કરો.

વન લેગ હોલ્ડ

એક હાથથી દિવાલનો ટેકો લો અને બીજા હાથથી તમારા એક પગને પાછળથી પકડી રાખો. પગ ઘૂંટણ પર વાળવો જોઈએ. તમારા પગને તમારા હિપ્સ પર લાવવાનો પ્રયાસ કરો. થોડીક સેકન્ડ માટે આ પોઝીશનમાં રહો અને પછી તેને બીજા પગથી આને રીપીટ કરો.

વન લેગ હોલ્ડ

એક હાથથી દિવાલનો ટેકો લો અને બીજા હાથથી તમારા એક પગને પાછળથી પકડી રાખો. પગ ઘૂંટણ પર વાળવો જોઈએ. તમારા પગને તમારા હિપ્સ પર લાવવાનો પ્રયાસ કરો. થોડીક સેકન્ડ માટે આ પોઝીશનમાં રહો અને પછી તેને બીજા પગથી આને રીપીટ કરો.

સીટ ફોર્વડ બેન્ડ

તમારા પગ સીધા રાખીને ફ્લોર પર બેસી જાવો અને તમારી એડીની નીચે વાળીને ટુવાલ રાખો. હવે ધીમેધીમે આગળ નમવું અને તમારા પેટને તમારી જાંઘો પાસે લાવો. તમારી પીઠ સીધી રાખો અને ટુવાલને પકડી રાખો, તમારા હાથને આગળ લંબાવો જેથી તમારું પેટ તમારી જાંઘને મળે.

સેલ્ફ હગ

આ કસરત તમારી કમર માટેની સારો સ્ટ્રેચીગ એક્સરસાઈઝ છે, જે પીડા ઘટાડવામાં અને મસલ્સને રીલેક્સ કરવામાં મદદ કરશે. તમારી પીઠ પર સૂઈ જાઓ અને તમારા ઘૂંટણને વાળો. તમારા પગને ફ્લોર પર સપાટ રાખો, હાથ તમારી બાજુઓ પર રાખો. હવે બંને ઘૂંટણને એકસાથે ઉપાડો અને હાથ વડે ઘેરીને છાતી સુધી લાવો.

શરીરની ગરમી ઘટાડવા આ 8 ખોરાકનું સેવન કરો, બનાવવામાં સરળ અને ટેસ્ટમા છે બેસ્ટ