શરીરની ગરમી ઘટાડવા આ 8 ખોરાકનું સેવન કરો, બનાવવામાં સરળ અને ટેસ્ટમા છે બેસ્ટ


By Smith Taral17, May 2024 10:51 AMgujaratijagran.com

નારીયેળ પાણી

નારીયેળ પાણી પીવાના ઘણા ફાયદા આપણને મળે છે તેમાં વિટામિન-સી, વિટામિન-ઇ, આયર્ન, કેલ્શિયમ અને પોટેશિયમ જેવા પોષક તત્વો મળી આવે છે, જે ગરમીમા તમને શરીરને રાહત આપે છે

તડબૂચ

તડબૂચમાં પાણી અને ફાઈબરનું પ્રમાણ મોટી માત્રામાં હોય છે, ઉનાળાની કાળઝાળ ગરમીમાં તરબૂચ ખાવાથી શરીરને ઠંડક મળે છે અને તેને હાઈડ્રેેેટેડ રાખે છે.

છાશ

પ્રાચીન સમયથી છાશ ભારતમાં ઉનાળામાં પીવામાં આવતું એક ડ્રીન્ક છે જે પાચન અને હાઇડ્રેશનમાં મદદ કરે છે. આદુ, તાજા ધાણા, અને શેકેલું જીરું નાખી તમે તેનો ટેસ્ટ વધારી શકો છો

કાકડી

કાકડડીને તમે સલાડમાં ખાઈ શકો છો તેમજ તેના જ્યુસમાં આદુ અને લીંબુ નાખી તેનું સમર ડ્રીન્ક પણ બનાવી શકો છો

કાકડી

કાકડડીને તમે સલાડમાં ખાઈ શકો છો તેમજ તેના જ્યુસમાં આદુ અને લીંબુ નાખી તેનું સમર ડ્રીન્ક પણ બનાવી શકો છો

ગ્રીન્સ વેજીસ

રિફ્રેશિંગ ટ્વિસ્ટ માટે, તમે ગ્રીન વેજીસને સલાડ અને સ્મૂધીમાં એડ કરી તેનો હેલ્ધી ડ્રીન્ક બનાવી શકો છો અથવા તેને એક સાઇડ ડિશ તરીકે પણ ખાઈ શકો છો

લીંબુ-શિકંજી

લીંબુ-શિકંજીમાં રહેલા એન્ટી-બેક્ટેરિયલ, એન્ટી-ઓક્સીડેન્ટ, વિટામિન સી અને પોટેશિયમ જેવા પોષક તત્વો શરીર માટે ઘણાં ફાયદાકારક છે

સત્તુ

સત્તુ પાચનને સારુ કરે છે અને ગેસ, એસિડિટી જેવી સમસ્યાઓમાં રાહત આપે છે. સત્તુનું સેવન ત્વચા અને વાળ માટે પણ લાભદાયક છે, આ પીવાથી તમે ત્વચા સંબઘિત તકલીફોથી બચી શકો છો.

આમ પન્ના

આમ પન્ના તમારા શરીરને રિહાઈડ્રેટ કરવામાં મદદ કરે છે. કેરી પન્નામાં વિટામિન એ અને સી, આયર્ન અને ફોલેટ્સ જેવા ઘણા પોષક તત્વો હોય છે, જે ત્વચાને સ્વસ્થ રાખે છે.

આ 3 સરળ કસરતથી કરી શકો છો કમરની ચરબી ઓછી