જાણો કંઈ છે દુનિયાની સૌથી મોટી ઈમારતો?


By Smith Taral23, Jan 2024 03:51 PMgujaratijagran.com

દુનિયાભરમાં એકથી એક ઊંચી ઈમારતો છે. આ ગગનચુંબી બિલ્ડીંગોમા અનેક માળ છે, આ અતિ વિશાળ ઈમારતોને જોવા દૂર દૂરથી લોકો આવે છે. આ ઈમારતમાં લોકો નિવાસ પણ કરે છે. તો ચાલો જાણીએ દુનિયાની આ સૌથી ઊંચી ઈમારતો વિશે.

બુર્જ ખલીફા

દુબઈમા આવેલી બુર્જ ખલીફા દુનિયાની સૌથી ઊંચી ઈમારત છે. આની ઊંચાઈ 830 મીટર છે. આ ઈમારતના નામ પર ઘણા રેકોર્ડ પણ નોંધાયેલા છે. વિશ્વભરમાંથી લોકો આ બિલ્ડિંગને જોવા આવે છે.

શાંઘાઈ ટાવર

ચીનમાં આવેલા શાઘાંઈ ટાવર વર્ષ 2015મા બનાવવામા આવ્યું હતુ, આની ઊંચાઈ 2073 ફિટ છે. જો તમે ચીન ફરવા જાઓ તો આ ઈમારતની મુલાકાત જરુરથી લેજો.

મક્કા રોયલ ક્લોક ટાવર

આ ટાવર સાઉદી અરબમા સ્થિત છે. આની ઊંચાઈ 1972 ફીટ છે. આ ટાવર વિશ્વભરમા પ્રસિધ્ધ છે. આનું નિર્માણ વર્ષ 2012મા કરવામા આવ્યું હતું.

You may also like

વેકેશન પ્લાન કરી રહ્યા છો? ગુજરાતના આ બીચ છે ફરવા માટે Best

ભારતના આ 7 સુંદર અને વિશાળ શાહી મહેલો વિશે જાણો.

તાઈપે 101

તાઈપે 101 તાઈવાનમાં આવેલી છે. આ લગભગ 508 મીટર ઊંચી બિલ્ડીંગ છે. આ વર્ષ 2004માં બનાવવામા આવી હતી. આ બિલ્ડીંગ વિશ્વભરમા આકર્ષણનું કેન્દ્ર છે.

શાંઘાઈ વર્લ્ડ ફાઈનેશિયલ સેંટર

ચીનમા આવલું શાઘાંઈ શહેરમા વર્લ્ડ ફાઈનેશિયલ સેંટર આવેલુ છે. આ 1614 ફીટ ઊંચી છે, આનું નિર્માણ 2008માં કરવામા આવેલ છે.

ઈન્ટરનેશનલ કોમર્સ સેંટર

ઈન્ટરનેશનલ કોમર્સ સેંટર ચીનમા આવેલા હોન્ગ કોન્ગ શહેરમાં સ્થિત છે. આ 1588 ફીટ ઊંચી ઈમારત છે. આ બિલ્ડીંગનું નિર્માણ 2010મા કરવામા આવ્યુ હતુ.

આ ઈમારોતનું નામ દુનિયાની સૌથી ઊંચી ઈમારતની યાદીમા સામેલ છે. સ્ટોરી પસંદ આવી હોય તો શેર જરૂર કરો, અને આવીજ અન્ય રસપ્રદ માહિતી માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ.

ભારતના આ 7 સુંદર અને વિશાળ શાહી મહેલો વિશે જાણો.