તમારા ખોરાકમાં લો કંઇક ખાસ વસ્તુઓ, ત્વચા હંમેશાં રાખશે જવાન


By Hariom Sharma26, Sep 2023 09:00 AMgujaratijagran.com

બદામ

બદામમાં ભરપૂર માત્રામાં વિટામિન ઈ અને એન્ટિઓક્સિડેન્ટ જેવા તત્ત્વ સ્કિનને સુંદર રાખવામાં મદદ કરે છે. આના ઉપયોગથી ત્વચામાં ભીનાશ રહે છે. તમે દૂધની સાથે બદામનો ઉપયોગ કરી શકો છો.

પપૈયું

પપૈયામાં રહેલાં એન્ટિઓક્સિડેન્ટ અને એન્જાઇમ્સ ત્વચા પર વધતી ઉંમરના લક્ષ્ણો રોકવામાં મદદ કરે છે. આ જ કારણોસર સ્કિન-કેર પ્રોડક્ટ્સમાં પપૈયાને ઘણું જ ઉપયોગી માનવમાં આવે છે.

બેરીજ

બ્લેકબેરી, બ્લૂબેરી અને સ્ટ્રોબેરીમાં ફ્લેવનાયડ્સ જેવી એન્ટિઓક્સિડેન્ટ્સ રહેલાં હોય છે. ઉપરાંત તેમાં વિટામિન સી પણ હોય છે, જે ત્વચાને જવાન રાખવામાં મદદ કરે છે.

ખાટાં ફળો

નારંગી, મોસંબી, લીંબુ જેવા રસવાળા ખાટાં ફળોમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે. આ સ્કિન માટે ખૂબ જ લાભદાયક છે.

એવોકાડો

એવોકાડોમાં વિટામિન બી અને ઇ ભરપૂર માત્રામાં હોય છે. આ વધતી ઉંમરના લક્ષ્ણોને અને લટકતી ચામડીને રોકવામાં મદદ કરે છે.

ગ્રીન ટી

વજન ઘટાડવાની સાથે ત્વચાને સુંદર અને જવાન રાખવામાં મદદ કરે છે. ગ્રીન ટીમાં કેટેચિન નામનું તત્ત્વ હોય છે, જે ત્વચા પર એજિંગના લક્ષ્ણોને રોકવાનું કામ કરે છે.

વિટામિન E કેપ્સૂલ ઘટાડશે આંખોની કચરલીઓ