સબ ટીવીની સૌથી લોકપ્રિય સીરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' છેલ્લા ઘણાં વર્ષોથી દર્શકોને મનોરંજન પૂરું પાડી રહ્યો છે. આજે અમે આપને શૉના વિવિધ પાત્રોના 'નો મેકઅપ' લુક દેખાડીશું
'ચંપક ચાચા'ની ભૂમિકા ભજવતા અમિત ભટ્ટ અસલ જિંદગીમાં 50 વર્ષના છે. મેકઅપ વિના તે એકદમ અલગ જ લાગે છે
શૈલેષ લોઢાએ હવે શૉ છોડી દીધો છે. એક્ટરને 'તારક મહેતા' તરીકે ભારે લોકપ્રિયતા મળી, શૈલેષ લોઢા મેકઅપ વિના આવા દેખાય છે.
શૉના સૌથી લોકપ્રિય પાત્ર 'જેઠાલાલ'ની ભૂમિકા ભજવતા દિલીપ જોશી મૂંછ નથી રાખતા. સીરિયલ માટે તેઓ નકલી મૂંછ લગાવે છે
'માધવી ભાભી'ના રૂપમાં સૌ કોઈનું દિલ જીતનાર સોનાલિકા જોશી મેકઅપ વિના આવી દેખાય છે.
'બાઘા'ની ભૂમિકા ભજવનાર તન્મય વેકરિયાને મેકઅપ વિના ઓળખવો મુશ્કેલ થઈ પડે છે
શૉમાં 'સુંદર'ની ભૂમિકા ભજવનાર મયૂર વાકાણી મેકઅપ વિના રિયલ લાઈફમાં ઘણો મોટો લાગે છે.