Munmun Dutta Saree Look: સાડી-લહેંગામાં કહેર મચાવે છે TMKOCની બબીતાજી


By Sanket M Parekh23, Jul 2025 03:42 PMgujaratijagran.com

મુનમુન દત્તાની ફેશન સેન્સ

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં 'બબીતા ​​જી'નું પાત્ર ભજવતી અભિનેત્રી મુનમુન દત્તા ફેશનના મામલે ઘણી આગળ છે. તેમનો સ્ટાઈલ સ્ટેટમેન્ટ અદ્દભૂત છે. આમ તો મુનમુન દરેક લુકમાં સુંદર લાગે છે, પરંતુ ખાસ કરીને સાડી અને લહેંગામાં એક્ટ્રેસ રીતસરનો કહેર મચાવે છે.

સાટન સાડી

બબીતા ​​જી સાટન સાડીમાં ખૂબ જ સુંદર લાગે છે. તેમણે આ સાડી સાથે સ્ટાઇલિશ બ્લાઉઝ પહેર્યો છે. આ લુકને તમે કોઈ પાર્ટી કે ઇવેન્ટમાં અપનાવી શકો છો.

સાઇની સાડી

પિંક કલરની સાઇની સાડીમાં મુનમુન દત્તા ખૂબ જ સુંદર લાગે છે. તેમણે આ સાડી સાથે સ્લીવલેસ બ્લાઉઝ પહેર્યો છે. તમે પણ આવા લુકને કોઈ પાર્ટી કે લગ્નમાં અપનાવી શકો છો

મલ્ટી કલર મિરર વર્ક લહેંગા

મલ્ટી કલર મિરર વર્ક લહેંગા પહેરીને બબીતા ​​જી અત્યંત સુંદર લાગે છે. તેમણે આ લહેંગા સાથે સ્લીવલેસ બ્લાઉઝ પહેર્યો છે, જેમાં તેઓ ખૂબ જ સુંદર દેખાય છે. તમે પણ આ પ્રકારનો લુક રીક્રિએટ કરી શકો છો

સાટન સિલ્ક સાડી

સાટન સિલ્ક સાડી મુનમુન દત્તા પર ખૂબ જ સ્ટાઇલિશ લાગે છે. તેમણે આ સાડી સાથે મિનિમલ મેકઅપ કર્યો છે. તમે પણ તેમનો આ લુક કોપી કરી શકો છો

બંધેજ લહેંગા

બંધેજ લહેંગા મુનમુન દત્તા પર ખૂબ જ એસ્થેટિક લાગે છે. આ પ્રકારના લહેંગા આજકાલ ખૂબ જ ચલણમાં છે. તમે પણ આવા લહેંગા ટ્રાય કરી શકો છો, જે તમને યુનિક લુક આપશે.

ડબલ શેડ સાડી

ડબલ શેડ સાડીમાં મુનમુન દત્તા કંઈક અલગ જ લાગી રહી છે. આવી સાડીઓ આજકાલ ખૂબ જ ટ્રેન્ડમાં છે. તમે પણ આવી સાડી ટ્રાય કરી શકો છો, જે પાર્ટી, પૂજા કે લગ્નમાં પણ પહેરી શકાય છે.

સિલ્ક લહેંગા

સિલ્ક લહેંગા પહેરીને મુનમુન દત્તા કોઈ રાજકુમારીથી કમ નથી લાગતી. આ પ્રકારનો આઉટફિટ તમે પણ કોઈ લગ્નમાં રીક્રિએટ કરી શકો છો.

તારક મહેતામાં સરળ દેખાતી માધવી ભીડે રિયલ લાઈફ ખૂબ જ ગ્લેમરસ છે, જુઓ તસવીરો