તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની 'બબીતા જી' એટલે કે મુનમુન દત્તા હંમેશા ચર્ચામાં રહે છે, સોશિયલ મીડિયા પર પણ તે ઘણી એક્ટિવ રહે છે અને તેના ફોલોઅર્સ પણ ઘણા જ છે.
હાલમાં જ મુનમુન દત્તા તેની સગાઈના સમાચારને લઈને ચર્ચામાં આવી ગઈ હતી, તેનું નામ શોના જૂના ટપ્પુ એટલે કે રાજ ઉનડકટ સાથે જોડાયું હતું.
બાદમાં રાજ અને મુનમુન બંનેએ સ્પષ્ટતા કરી કે એવું કંઈ નથી. બંને પોતપોતાના કરિયર પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે.
મુનમુન દત્તાનો જન્મ 1987માં પશ્ચિમ બંગાળમાં થયો હતો. અભિનેત્રી આકાશવાણી અને દૂરદર્શન માટે ચાઈલ્ડ સિંગર પણ રહી ચૂકી છે.
મુનમુન દત્તાએ અંગ્રેજી સાહિત્યમાં માસ્ટર ડિગ્રી મેળવી છે, મુનમુનએ મુંબઈ યુનિવર્સિટીમાંથી પોતાનું શિક્ષણ પૂર્ણ કર્યું છે.
બબીતાજી એટલે કે મુનમુન દત્તાએ અભિનય કરિયરની શરૂઆત 2004માં ઝી ટીવીની સીરિયલ હમ સબ બારાતીથી કરી હતી.
બબીતાએ શાસ્ત્રીય સંગીતમાં ટ્રેનિંગ લીધી છે, કોલેજ દરમિયાન પણ તે ફેશન શોમાં ભાગ લેતી હતી.