TMKOC: તારક મહેતાની 'અંજલી ભાભી'ના આ લુક્સ પરથી તમારી નજર જ નહીં હટે


By Sanket M Parekh23, Jul 2025 03:50 PMgujaratijagran.com

સોશિયલ મીડિયામાં એક્ટિવ સુનૈના ફોજદાર

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' શો લગભગ દરેક બાળકને ગમે છે. તેમાં દરેક પાત્ર ખૂબ જ પ્રખ્યાત થયું છે. એમાં પણ તારક મહેતાની પત્ની અંજલિનું પાત્ર ભજવનાર અભિનેત્રી સુનૈના ફોજદારને પણ ખૂબ પસંદ કરવામાં આવી છે. સુનૈનાએ અનેક ટીવી સિરિયલોમાં કામ કર્યું છે અને તે સોશિયલ મીડિયા પર પણ ખૂબ સક્રિય રહે છે.

સ્લિટ ડ્રેસ

શિમરી સ્લિટ ડ્રેસમાં સુનૈના અત્યંત સુંદર લાગી રહી છે. તેમનો આ સ્લિટ ડ્રેસ તમે કોઈ પાર્ટી કે ડેટ નાઈટ માટે પહેરી શકો છો

બોસી લુક

અભિનેત્રીએ બ્લુ કલરનું પેન્ટ અને બ્લેઝર સાથે વ્હાઇટ ટોપનો લુક કેરી કર્યો છે. આ પ્રકારના લુક ઓફિસ માટે ખૂબ જ યોગ્ય છે

સૂટ લુક

અભિનેત્રીએ પ્રિન્ટેડ સૂટને વ્હાઇટ પાયજામા સાથે પહેર્યો છે. આ પ્રકારના સૂટ લુક તમે પણ ટ્રાય કરી શકો છો.

કટ આઉટ ડ્રેસ

ઓરેન્જ કલરના આ કટ આઉટ ડ્રેસમાં સુનૈના ખૂબ જ ક્લાસી લાગી રહી છે. આ આઉટફિટમાંથી તમે પણ પ્રેરણા લઈ શકો છો

પ્રિન્ટેડ ડ્રેસ

અભિનેત્રીએ ફ્લોરલ પ્રિન્ટેડ ડ્રેસનો લુક પહેર્યો છે. આ પ્રકારના આઉટફિટને તમે ટ્રાવેલિંગ દરમિયાન પહેરી શકો છો, કારણ કે તે ખૂબ જ આરામદાયક હોય છે

ડેનિમ શોર્ટ્સ અને શર્ટ લુક

સુનૈનાએ ડેનિમ શોર્ટ્સને યલો કલરના લૂઝ શર્ટ સાથે સ્ટાઇલ કર્યા છે. આ લુકમાં તે ખૂબ જ ફેશનેબલ લાગી રહી છે અને આ લુક બીચ પર પહેરી શકાય છે.

શોર્ટ ડ્રેસ

તારક મહેતાની 'અંજલિ ભાભી' આ બ્લેક શોર્ટ ડ્રેસમાં ખૂબ જ સ્ટાઈલિશ લાગી રહી છે. તેમનો આ લુક પાર્ટી માટે એકદમ પરફેક્ટ રહેશે

Munmun Dutta Saree Look: સાડી-લહેંગામાં કહેર મચાવે છે TMKOCની બબીતાજી