'હે માઁ માતાજી..!થી ફરી ગુંજશે ગોકુલધામ'- 6 વર્ષ બાદ શૉમાં દયાભાભીની થશે વાપસી


By Sanket M Parekh02, Aug 2023 04:36 PMgujaratijagran.com

તારક મહેતા કા ઉલટા ચશ્મા

સબ ટીવીનો લોકપ્રિય શૉ તારક મહેતા કા ઉલટા ચશ્મા સૌથી વધુ જોવાતો શૉ બની ચૂક્યો છો.

15 વર્ષ પૂર્ણ

તાજેતરમાં જ તારક મહેતા કા ઉલટા ચશ્મા શૉએ 15 વર્ષ પૂરા કર્યાં છે. જે બાદ હવે આ શૉને લઈને એક મોટી અપડેટ સામે આવી રહી છે.

દયાભાભી

શૉમાં દયાભાભીની ભૂમિકા ભજવનાર એક્ટ્રેસ દિશા વાકાણીના અભિનયને દરેક જણ યાદ કરી રહ્યાં છે.

શૉ છોડ્યો

દિશા વાકાણીએ 2017માં શૉ છોડ્યો હતો. એવું કહેવાતું હતું કે, એક્ટ્રેસ ટૂંક સમયમાં શૉમાં વાપસી કરશે, પરંતુ હજુ સુથી દયા શૉમાં પરત નથી ફરી.

આસિત મોદી

તાજેતરમાં જ એક ઈન્ટર્વ્યૂ દરમિયાન આસિત મોદીએ કહ્યું હતું કે, દિશા વાકાણી પરત ફરશે. જે બાદથી ફેન્સનો ઉત્સાહ ચરમ પર છે.

ઓડિશન શરૂ

હવે આસિત મોદીએ કહ્યું છે કે, દિશા વાકાણીની ભૂમિકા માટે ઑડિશન શરૂ થઈ ચૂક્યાં છે અને ટૂંકસમયમાં શૉમાં દયાબેન જોવા પણ મળી જશે.

આસિત મોદીને આશા

આસિત મોદીને આશા છે કે, દિશા વાકાણી જ દયાબેન તરીકે વાપસી કરશે, પરંતુ હવે તો ઑડિશન શરૂ પણ થઈ ચૂક્યાં છે.

અનેક કલાકારોએ શૉ છોડ્યો

આટલા વર્ષોમાં આ શૉને અનેક કલાકારો અલવિદા કહી ચૂક્યા છે. કેટલાક કલાકારોએ દુનિયા છોડી તો કેટલાકે શૉ છોડ્યો છે.

કેટલી શિક્ષિત છે મૃણાલ ઠાકુર, જાણો