અભિનેત્રી દિશા વાકાણી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' શોમાં દયાબેનના રોલને લઈને ઘણી ફેમસ છે
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો છેલ્લા 15 વર્ષથી લોકોના દિલો પર રાજ કરી રહ્યું છે
હાલમાં જ 28 જુલાઈના રોજ શોના 15 વર્ષ પૂર્ણ થવાના અવસર પર પ્રોડ્યૂસર અસિત મોદીએ કન્ફર્મ કર્યું છે કે, દિશા વાકાણીની વાપસી થશે
દિશા વાકાણી ટીવી શો સિવાય ઘણી ફિલ્મોમાં પણ કામ કરી ચૂકી છે
દિશા વાકાણી ફુલ ઔર આગ, દેવદાસ, મંગલ પાંડે અને લવસ્ટોરી 2050 જેવી ફિલ્મોમાં જોવા મળી છે
દિશા અભિનેત્રી ઐશ્વર્યા રાય સાથે ફિલ્મ જોધા અકબરમાં કામ કરી ચૂકી છે