પ્રોટીન શરીરમાં એનર્જી અને તાકાત જાળવી રાખવામાં મદદ કરે છે. આ સાથે જ વર્કઆઉટ કર્યાં બાદ માંસપેશિઓને રિકવર કરવામાં મદદ કરે છે. એવામાં પ્રોટીનની ઉણપથી શરીર આ પાંચ સંકેત આપે છે.
વાળને મજબૂત, લાંબા અને સિલ્કી બનાવવા પ્રોટીન ખૂબ જ જરૂરી છે. એવામાં પ્રોટીનની ઉણપના કારણે વાળ ખરવાની સમસ્યા થઈ શકે છે.
જો તમને કોઈ કામ કર્યાં વિના કે થોડું કામ કરીને થાકી જતાં હોવ, તો તે પણ શરીરમાં પ્રોટીનની ઉણપનો સંકેત હોઈ શકે છે.
જો તમારા શરીરમાં પ્રોટીનની ઉણપ થઈ રહી હોય, તો તેના કારણે તમારી રોગ પ્રતિકારક શક્તિ નબળી પડી શકે છે. જેના પરિણામે તમે વારંવાર બીમાર પડી શકો છો.
ઘણી વખત શરીરમાં પ્રોટીનની કમી હોવાના કારણે ભૂખ લાગવાની સમસ્યા થઈ શકે છે. જેના પરિણામે તમારું વજન ઝડપથી વધવા લાગે છે.
શરીરમાં પ્રોટીનની ઉણપ થવાના કારણે માંસપેશિઓમાં દુખાવો અને શરીરમાં નબળાઈ થવાની ફરિયાદ રહે છે.
જો તમને ઉપરોક્ત લક્ષણો જણાય, તો આવી સ્થિતિમાં તાત્કાલિક તબીબની સલાહ લેવી જોઈએ.