શરીરમા કોઈપણ પ્રકારની સમસ્યા ઉભી થાય તો તમારુ શરીર તરત જ સંકેત આપે છે. ચલો જાણીએ કે શરીરમા લોહીની ઉણપ સર્જાતા ક્યા બદલાવ જોવા મળે છે.
જો તમારા હાથ અને પગ બન્નેના નખોનો ઉપરનો લેયર છોલાય છે તો તે શરીરમા લોહીની ઉણપના સંકેત છે.
શરીરમા લોહીની ઉણપ સર્જાતા ચામડી પર લાલ રંગના દાણા જોવા મળે છે. સામાન્ય દાણા વાળા ભાગમા ખંજવાળ આવે છે, પણ ક્યારેક દુખાવાની સમસ્યા પણ થઈ શકે છે.
જ્યારે શરીરમા લોહીની ઉણપ સર્જાય ત્યારે શરીરની લોહીની કોશિકાઓ પ્રભાવિત થાય છે. તેનાથી શરીરમા ઓક્સિજનના પ્રવાહમા બાધા આવે છે. તેના કારણે શરીરમા થાક અને કમજોરીનો અનુભવ થાય છે.
શરીરમા લોહીની ઉણપ સર્જાતા ઓક્સિજન સારી રીતે સપ્લાય થતો નથી. જેના કારણે હાથ પગ અને અન્ય અંગો પણ ઠંડા થવા લાગે છે.
શરીરમા લોહીની ઉણપ થતા નખ કમજોર થવા લાગે છે. જેના કારણે નખ તૂટવા લાગે છે.
શરીરમા લોહીની ઉણપ સર્જાતા શરીરની ચામડી પીળી પડવા લાગે છે. આ ઉપરાંત આંખોની આજુબાજુનો સફેદ ભાગ પણ પીળો પડવા લાગે છે.