કેટલાક લોકોનો ચહેરા સવારે ઉઠતાની સાથે ફૂલાયેલો દેખાય છે, ત્યારબાદ થોડા સમયમા જ તે સોજો ગાયબ થઈ જાય છે. સવારે ઉઠતાની સાથે ચહેરો કેમ ફૂલાય છે અને તેના ઉપાય વિશે જાણીએ.
સવારે ઉઠતાની સાથે ચહેરાનુ ફૂલવુ કોઈ બીમારી નથી. તેનુ કારણ હોર્મોનલ બદલાવ, મીઠા અને ખાંડનુ વધારે માત્રામા સેવન અથવા તો કિ઼ડની સાથે જોડાયેલી સમસ્યાઓને કારણ પણ હોય શકે છે.
જો તમારો ચહેરો પણ સવારે ઉઠતાની સાથે ફૂલાય છે તો તમે મોઈશ્ચરાઈજર અથવા તો તેલની ફેસ મસાજ કરી શકો છો. આ રીતે ચહેરા પર આવતા સોજાણી સમસ્યા જલ્દી ખતમ થાય છે.
કેટલાક લોકો પૂરતા પ્રમાણમા પાણી પીતા નથી. જો તમારુ શરીર ડિહાઈડ્રેટ રહે છે તો સેલ્સની માત્રા વધે છે. તેનાથી ચહેરો ફૂલાઈ શકે છે.
જો તમે ચહેરા પર આવતા સોજાની સમસ્યાથી છૂટકારો મેળવવા માંગો છો તો ડાયટ પર ખાસ ધ્યાન આપો. એવામા તમે રોજ ફળ, શાકભાજી, ડાર્ક ચોકલેટ, આદુ, હળદર વગેરેનુ સેવન કરી શકો છો. તે સોજાને ઓછો કરવામા મદદ કરે છે.
ચહેરા પર આવતા સોજાની સમસ્યાથી છૂટકારો મેળવવા તમે તમારી ડાયટમા ફાઈબરયુક્ત ખોરાકને સામેલ કરો.
ખાંડ અને મીઠાનુ વધારે માત્રામા સેવન ન કરવુ જોઈએ. તેના વધારે સેવનથી ચહેરા પરના સોજા ઉપરાંત ઘણી સમસ્યાઓ થઈ શકે છે.