એક વાટકો રાગી ખાવાથી દૂર થશે આ 5 રોગ


By Prince Solanki27, Dec 2023 07:14 PMgujaratijagran.com

રાગી

ઠંડીમા રાગીનુ સેવન કરવાથી શરીરને સ્વાસ્થ્ય સંબધિત અનેક ફાયદા મળે છે. રાગી માથી મળતા પોષકતત્વો શરીરને અનેક બીમારીઓથી બચાવે છે. ચલો જાણીએ રાગીથી મળતા સ્વાસ્થ્ય સંબધિત ફાયદાઓ વિશે.

એક્સપર્ટની સલાહ

એક્સપર્ટ સ્વાતિ બથવાલના અનુસાર રાગીમા મેગ્નેશિયમ, કેલ્શિયમ, આયરન, અમીનો એસિડ જેવા પોષકતત્વો હોય છે. આ સિવાય રાગી વજનને ઓછુ કરવામા પણ મદદ કરે છે.

સ્કિન માટે ફાયદાકારક

રાગી સ્કિન સાથે જોડાયેલી સમસ્યાઓને દૂર કરવામા મદદ કરે છે. રાગીમા રહેલુ એમિનો એસિડ ચામડીને ટાઈટ કરે છે, જેનાથી ચહેરા પર ચમક આવે છે.

હાડકા માટે ફાયદાકારક

રાગીમા વિટામિન ડી ખૂબ જ વધારે હોય છે. રોજ એક વાટકી રાગી મસૂલી ખાવાથી શરીરના હાડકા મજબૂત બને છે. આ ઉપરાંત તેની રોટલી બનાઈને ખાવાથી હાડકાઓ પણ મજબૂત બને છે.

મૂડ ફ્રેશ બને

રાગીનુ સેવન કરવાથી મગજમા ખુશીના હોર્મોન્સ વધે છે. જેનાથી તેના મૂડ ફ્રેશ બને છે.

વજન ઓછુ કરે

ગરમીની તુલનામા ઠંડીમા ખૂબ જ ભૂખ લાગે છે. રાગીના સેવનથી ભૂખ કંટ્રોલ થાય છે, જેનાથી વજન ઓછુ થાય છે.

થાક દૂર થાય

રાગી ખાવાથી શરીરનો થાક ઉતરે છે તથા તેનો શરબત પીવાથી શરીરમા શક્તિ આવે છે.

આ રીતે કરો સેવન

રાગીનો શરબત, રોટલી, પાપડ અને અનેક ડિશ બનાવીને પણ સેવન કરી શકાય છે.

આવી અન્ય સ્વાસ્થ્ય સંબધિત જાણકારી મેળવવા માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ ન્યૂઝ એપ.

સવારે ખાલી પેટ ગોળનો શરબત પીવાથી થતા ફાયદા