સવારે ખાલી પેટ ગોળનો શરબત પીવાથી થતા ફાયદા


By Prince Solanki27, Dec 2023 06:50 PMgujaratijagran.com

ગોળ

સવારે ખાલી પેટ ગોળનો શરબત પીવાથી શરીરને અનેક સ્વાસ્થ્ય સંબધિત ફાયદા મળે છે. ગોળમા રહેલા પોષકતત્વો શરીરને અનેક બીમારીઓ સામે લડવાની શક્તિ આપે છે, ચલો તેનાથી મળતા ફાયદા વિશે જાણીએ.

પોષકતત્વોથી ભરપૂર

ગોળમા મેગ્નેશિયમ, કેલ્શિયમ, પોટેશિયમ, જિંક જેવા અનેક પોષકતત્વો રહેલા છે. આ તમામ પોષકતત્વો શરીરને સ્વસ્થ રાખવામા મદદ કરે છે.

ગોળનો શરબત બનાવવાની સામગ્રી

ગોળનો શરબત બનાવવા માટે ગોળ, 2 કપ પાણી, ફૂદીનાના પત્તા, 2 લીંબુ, કાળુ મીઠા અને ચાટ મસાલાની જરુર પડે છે.

ગોળનો શરબત બનાવવાની રીત

ગોળને 2 ક્લાક સુધી પાણીમા પલાળીને રાખો. ત્યારબાદ ચારણીની મદદથી પાણીને અલગ કરો. હવે ગોળને તોડીના પાણીમા મિલાવો. ત્યારબાદ ફૂદીનાના પત્તાને પીસીને પાણીમા નાખો, પછી તેમા લીંબુનો રસ, ચાટ મસાલા, જીરા પાઉડર અને કાળુ મીઠુ ઉમેરો. તમારો શરબત બનીને તૈયાર છે.

ચામડી માટે ફાયદાકારક

ગોળનો શરબત ચામડી માટે ફાયદાકારક છે. ગોળમા રહેલા એંટી ઓક્સિડેંટ્સ ગુણ ચામડીની સફાઈ કરવામા મદદ કરે છે.

ફેફસાને સાફ કરે

ગોળનો શરબત ફેફસા માટે ખૂબ જ ફાયદાકારક છે. તેના સેવનથી ફેફસાની સારી રીતે સફાઈ થાય છે.

વજન ઓછો કરે

ખાંડની તુલનામા ગોળમા કેલેરીની માત્રા ઓછી હોય છે. જેના કારણે વજન કંટ્રોલમા રહે છે. તેના સિવાય ગોળ બ્લડ શુગરને કંટ્રોલ કરવામા મદદ કરે છે.

પેટ માટે ફાયદાકારક

ગોળનો શરબત પેટ માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. તેને પીવાથી કબજિયાત અને અપચાની સમસ્યા દૂર થાય છે.

આવી અન્ય સ્વાસ્થ્ય સંબધિત જાણકારી મેળવવા માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ ન્યૂઝ એપ.

પેટના સહારે સૂવો છો? જાણીલો નુકસાન