Liver Cancer Signs: લીવર કેન્સરના શરૂઆતના લક્ષણો જાણવા છે જરૂરી


By Sanket M Parekh17, Apr 2025 04:14 PMgujaratijagran.com

એક્સપર્ટ અભિપ્રાય

દર વર્ષે હજારો લોકો લીવર કેન્સરથી મૃત્યુ પામે છે. જો સમયસર આ રોગ ઓળખી લેવામાં આવે અને સારવાર મેળવવામાં આવે તો જીવ બચી શકે છે. આ સંદર્ભે માયો ક્લિનિક દ્વારા કેટલાક સંકેતો વિશે માહિતી આપવામાં આવી છે. જેને નજરઅંદાજ કરવું ભારે પડી શકે છે.

લીવર કેન્સરની ઓળખ

શરૂઆતના સ્ટેજમાં લીવર કેન્સરના લક્ષણો ખૂબ જ સામાન્ય હોય છે. આથી લોકો તેને સાધારણ સમજીને નજરઅંદાજ કરી દેતા હોય છે. જો કે આ લક્ષણો આગળ જતાં ગંભીર બની શકે છે.

ધીમે-ધીમે શરીરમાં ફેરફાર

લીવર પર અસર થતાં જ શરીર સંકેત આપવા લાગે છે. જેમાં થાક લાગવો, સામાન્ય તાવ અને ભૂખ ના લાગવી મુખ્ય હોય છે. આવા સંકેતોને આપણે મોટાભાગે સામાન્ય સમજીને ગંભીરતાથી ના લેવાની ભૂલ કરતાં હોઈએ છીએ.

પેટ આપે છે સંકેત

સતત પેટમાં દુખાવો રહેતો હોય અથવા પેટ ભારે લાગતું હોય, તો તે લીવર કેન્સરનું કારણ હોઈ શકે છે.જો આવી સમસ્યા સતત રહેતી હોય, તો ધ્યાન આપવાની જરૂર છે.

પીળીયાને ગંભીરતાથી લો

સ્કીન અને આંખો પીળી એ માત્ર પીળીયો અર્થાત કમળાના કારણે જ નથી પડતી, તે લીવર ફેલ થવાનો સંકેત પણ હોઈ શકે છે. લીવર કેન્સરનું આ એક સામાન્ય લક્ષણ છે.

યુરીન અને વજન વચ્ચે સબંધ

ઘાટ્ટા રંગનો પેશાબ આવવો અને અચાનક વજન ઉતરવા લાગવું, તે સામાન્ય નથી. આ લક્ષણો શરીરની અંદર કંઈક ગંભીર સમસ્યા થવાનો સંકેત હોઈ શકે છે. આથી આવા લક્ષણને પણ નજરઅંદાજ ના કરશો.

ક્યારે સ્થિતિ ગંભીર બને

જ્યારે કેન્સર લીવરની બહાર ફેલાવવા માંડે, ત્યારે સારવાર મુશ્કેલ બની જાય છે. આવા લક્ષણોને સમયસર ઓળખવા જોઈએ અને જરૂર જણાય તો સર્જરી પણ કરાવવી જરૂરી છે.

સારવારનો ઉપાય અને ઑપ્શન

લીવર કેન્સરની સારવાર માટે ટ્રાન્સપ્લાન્ટ અને ઑપરેશન જેવા ઑપ્શન ઉપસ્થિત છે. જો લીવર કેન્સરને પ્રાથમિક સ્ટેજમાં જ પકડી લેવામાં આવે અને સમયસર સારવાર કરાવવામાં આવે, તો જીવ બચવાના ચાન્સ વધી જતા હોય છે. આથી જો તમને પણ સતત થાક, પેટમાં દુખાવો, કમળો જેવા લક્ષણો જણાતા હોય, તો જેમ બને તેમ જલ્દી લીવરની તપાસ કરાવવી જોઈએ.

Diabetics: ડાયાબિટીસના દર્દીઓ માટે ઝેરથી કમ નથી આ વસ્તુ, હંમેશા દૂર રહેવામાં જ ભલાઈ