બાળકોમાં લ્યુકેમિયાના કારણે શરીરમાં કોઇ પણ ભાગમાં સોજા આવવાની સમસ્યા જોવા મળે છે. પેટ, ચહેરા, હાથ અને ગળાના ભાગ નીચે સોજા આવવાની સમસ્યા થવી એ પણ આ ઘાતક બીમારીના સંકેત હોઇ શકે છે.
લ્યુકેમિયાની સમસ્યામાં હાડકા નજીક કોશિકાઓ ભેગી થવા લાગે છે, જેના કારણે હાડકામાં દુખાવાની સમસ્યા થાય છે. બાળકોમાં કમર અને સાંધાનો દુખાવો થવો એ પણ લ્યુકેમિયાના સંકેતો છે.
લ્યુકેમિયાના કારણે ત્વચાને લગતી સમસ્યા થવા લાગે છે. શરીર વાઇટ સેલ્સ અને રેડ સેલ્સ ઘટવાના કારણે ત્વાચા ઉપર ડાઘા પડવા લાગે છે જે લ્યુકેમિયાના સંકેતો છે.
બાળકોને થોડું વાગવા પર પણ જો વધુ પડતું લોહી નીકળવું એ પણ લ્યુકેમિયાના લક્ષણો છે. લ્યુકેમિયાના કારણે બાળકોમાં પ્લેટલેટ્સ ઘટવા લાગે છે, જેના કારણે રક્તસ્ત્રાવ રોકાતા નથી.
બાળકોમાં વારંવાર એનીમિયાની સમસ્યા થવી પણ લ્યુકેમિયાનું કારણ હોઇ શકે છે. એનીમિયાની સમસ્યાયાને કારણે રેડ બ્લડ સેલ્સ ઘટવા લાગે છે, જેના કારણે બાળકોમાં કમજોરી, ત્વચા પીળી પડવી અને માથામાં દુખાવાની સમસ્યા