મોઢામાં છાલા પડવાનું કારણ


By hariom sharma19, Mar 2023 08:10 PMgujaratijagran.com

ભોજન દરમિયાન

ભોજન કરતાં સમયે ભૂલથી તમારા ગાલ અથવા તો જીભ પર નુકસાન પહોંચવાના કારણે મોઢામાં ઘા પડી જાય છે, જેનાથી ખાવા-પીવામાં તકલીફ પડવા લાગે છે. આ કારણે પણ મોઢામાં છાલા પડવાની સમસ્યા થઇ શકે છે.

એલર્જી થવા પર

ઓરલ હેલ્થ પર ધ્યાન ન આપવાના કારણે બેક્ટેરિયા ઇન્ફેક્શન થવા લાગે છે, જે મોઢામાં છાલા પડવાનું સૌથી મોટું કારણ છે.

વિટામિન B12ની ઉણપ

શરીરમાં પોષકતત્ત્વની ઉણપના કારણે મોંઢામાં છાલાની સમસ્યા થવા લાગે છે. વિટામિન બી12ની ઉણપના કારણે પણ જીભ અને ગળાના અંદર ભાગમાં જખમો બનવા લાગે છે જે છાલા હોય છે.

એસિડિક ફૂડના કારણે

નારંગી, અનાનસ, આમલી અને સ્ટ્રોબેરી જેવા એસિડિક ફૂડ્સનું વધુ પડતા સેવનના કારણે પણ તમને મોઢામાં છાલા પડી શકે છે. કારણ કે જીભનું PH લેવલ આ ફૂડથી પ્રભાવીત થવા લાગે છે.

પીરિયડ્સના કારણે

પીરિયડ્સના કારણે શરીરમાં હોર્મોનલ ફેરફરા થવાનાં કારણે પણ મોઢામાં છાલા પડવાનું એક મોટું કારણ હોઇ શકે છે.

તણાવના કારણે

તણાવના કારણે ઊંઘ ના આવવાની સમસ્યા થવા લાગે છે. જેના કારણે ખોરાક સારી રીતે પચતો નથી અને પાચનતંત્રમાં પિત થવા લાગે છે. આ પિતના કારણે મોઢામાં છાલા પડવાની સમસ્યા થાય છે.

ખરાબ ઓરલ હેલ્થના કારણે

મોઢામાં વાયરલ, બેક્ટેરિયા અથવા ફંગલ સંક્રમણનું સૌથી મોટું કારણ હોય છે ખરાબ ઓરલ હેલ્થ, જેના કારણે મોઢામાં છાલા પડવાની સમસ્યા થાય છે.

ધૂમ્રપાનથી આંખોને થઇ શકે છે આ 6 સમસ્યા