શુગર લેવલ વધવા અને ઘટવાના લક્ષણો


By Hariom Sharma21, Aug 2023 10:00 AMgujaratijagran.com

ડાયાબિટીસની બીમારીમાં શુગર લો અને હાઇ થવા પર ખતરનાક ગણવામાં આવે છે. આ સંકેતો દ્વારા તમને ખ્યાલ આવશે કે તમારું શુગર લો છે કે હાઇ.

નોર્મલ શુગર લેવલ

ભોજન કર્યા પછી અને પહેલાં બ્લડ શુગર લેવલની તપાસ કરવામાં આવે છે. ભોજન પહેલા શુગર લવેલ 90mg/dlથી 130mg/dl સામાન્ય ગણાય છે. ભોજન કર્યા પછી 130mg/dlથી 140mg/dl નોર્મલ ગણાય છે.

લો બ્લડ શુગરના લક્ષણો

- થાક - ભૂખ લાગવી - ચક્કર આવવા - પરસેવો થવો - ધ્રૂજારી થવી - સ્કિન પીળી પડવી

શું કરવું?

શુગર લેવલ લોથી બચવા માટે હેલ્ધી બ્રેકફાસ્ટ સમય પર કરો. વધારે પડતી કસરત ના કરો. ડોક્ટરે સૂચન કરેલી દવાનું સેવન કરો. બહાર જતાં સમયે કાર્બોહાઇડટ્રેડવાળા ફૂડ્સ સાથે રાખો.

હાઇ બ્લડ શુગરના લક્ષણો

- ઝાંખુ દેખાવું - વજન ઘટવું - ઘા પર રૂઝ ના આવવી - કારણ વગર થાક - વારંવાર તરસ લાગવી - ત્વચામાં છાલા અને ખંજવાળ

શું કરવું?

નિયમિત કસરત અથવા યોગ કરવાથી બ્લડ શુગર લેવલ કંટ્રોલ કરી શકાય છે. શુગરથી ભરપૂર ફૂડથી દૂર રહેવું. હેલ્ધી ડાયેટની સાથે ફિઝિકલી એક્ટિવ પણ રહો.

ધ્યાન રાખો

જો તમને ડાયાબિટીસની સમસ્યા છે તો ડોક્ટરે બતાવેલો ડાયેટ પ્લાન ફોલો કરો. સમયસર શુગર લેવલને માપતા રહો અને દવા લેવાનું ના ભીલો.

લીમડાના પાણીથી ફેસ ધોવાના ફાયદા