લીમડાના પાંદડામાં એન્ટિબેક્ટેરિયલ, એન્ટિફંગલ અને એન્ટિસેપ્ટિક જેવા ગુણો રહેલા છે, આ કારણથી આના પાંદડાના પાણીથી ચહેરો ધોવો સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. આવો જાણીએ લીમડાના પાંદડાથી ફેસ ધોવના ફાયદા વિશે.
લીમડામાં રહેલા એન્ટિબેક્ટેરિયલ ગુણ બેક્ટેરિયાને કારણે ત્વચા પર આવતી ખંજવાળની સમસ્યાથી છુટકારો અપાવે છે. લીમડાના પાણીથી ચહેરો ધોવો અથવા તો સ્નાન કરવું બંને ફાયદાકારક છે.
લીમડામાં એન્ટિબેક્ટેરિયલ ગુણ હોય છે, જે ત્વચામાં રહેલા હાનિકરાક બેક્ટેરિયાના કારણે થતી સ્કિન એલર્જીની સમસ્યાથી આરામ અપાવે છે. લીમડાના પાણીથી સ્નાન અથવા ફેસ ધોવાથી સ્કિન એલર્જીથી છુટકારો મેળવી શકાય છે.
લીમાડના પાણીથી ફેસ ધોવાથી ખીલની સમસ્યાથી છુટકારો મેળવી શકાય છે. ધૂળ-માટી અને અન્ય ઘણાં કારણોથી ત્વચા પર થતાં ખીલની સમસ્યાથી છુટકારો મેળવવા માટે લીમડાના પાન એક ઉત્તમ વિકલ્પ છે.
લીમડાના પાનથી ફેસ ધોવાથી સ્કિનમાં રહેલી ગંદકી અને તેલ સરળતાથી સાફ થઇ જાય છે, જે ઘણી સમસ્યાઓનું કારણ બની શકે છે.
લીમડામાં રહેલા એન્ટિસેપ્ટિક ગુણ સ્કિનમાં જમા થતું એકસ્ટ્રા ઓઇલને કંટ્રોલમાં કરીને સ્કિનને ડ્રાઇનેસની સમસ્યાથી છુટકારો અપાવે છે અને ત્વચાને સોફ્ટ બનાવે છે.
લીમડાના પાણીથી ફેસ ધોવાથી સ્કિનમાં ચમક આવે છે, સાથે જ ચહેરા પર રહેલા ડાઘા, ટેનિંગ અને સ્કિન કાળી પડવાની સમસ્યાથી છુટકારો અપાવે છે.
લીમડાના પાન પાણીમાં ઉકાળો અને તે પાણીને ઠંડુ થવા દો. પાણી ઠંડુ થયા બાદ ચહેરાને સારી રીતે આ પાણીથી સાફ કરો.