પોષકતત્ત્વોની ઉણપ, મોઢાની સારી રીતે સાફ-સફાઇ ના કરવાના કારણે પણ છાલા પડવાની સમસ્યા થઇ શકે છે. જે ખૂબ પીડાદાયક હોઇ શકે છે. આવો જાણીએ કયા કારણોથી મોઢામાં છાલાની પડવાની સમસ્યા થાય છે.
ભોજન કરતાં સમયે ભૂલથી તમારા ગાલ અથવા તો જીભ પર નુકસાન પહોંચવાના કારણે મોઢામાં ઘા પડી જાય છે, જેનાથી ખાવા-પીવામાં તકલીફ પડવા લાગે છે. આ કારણે પણ મોઢામાં છાલા પડવાની સમસ્યા થઇ શકે છે.
ઓરલ હેલ્થ પર ધ્યાન ન આપવાના કારણે બેક્ટેરિયા ઇન્ફેક્શન થવા લાગે છે, જે મોઢામાં છાલા પડવાનું સૌથી મોટું કારણ છે.
શરીરમાં પોષકતત્ત્વની ઉણપના કારણે મોંઢામાં છાલાની સમસ્યા થવા લાગે છે. વિટામિન બી12ની ઉણપના કારણે પણ જીભ અને ગળાના અંદર ભાગમાં જખમો બનવા લાગે છે જે છાલા હોય છે.
નારંગી, અનાનસ, આમલી અને સ્ટ્રોબેરી જેવા એસિડિક ફૂડ્સનું વધુ પડતા સેવનના કારણે પણ તમને મોઢામાં છાલા પડી શકે છે. કારણ કે જીભનું PH લેવલ આ ફૂડથી પ્રભાવીત થવા લાગે છે.
પીરિયડ્સના કારણે શરીરમાં હોર્મોનલ ફેરફરા થવાનાં કારણે પણ મોઢામાં છાલા પડવાનું એક મોટું કારણ હોઇ શકે છે.
તણાવના કારણે ઊંઘ ના આવવાની સમસ્યા થવા લાગે છે. જેના કારણે ખોરાક સારી રીતે પચતો નથી અને પાચનતંત્રમાં પિત થવા લાગે છે. આ પિતના કારણે મોઢામાં છાલા પડવાની સમસ્યા થાય છે.
મોઢામાં વાયરલ, બેક્ટેરિયા અથવા ફંગલ સંક્રમણનું સૌથી મોટું કારણ હોય છે ખરાબ ઓરલ હેલ્થ, જેના કારણે મોઢામાં છાલા પડવાની સમસ્યા થાય છે.