ધૂમ્રપાનથી આંખોને થઇ શકે છે આ 6 સમસ્યા


By Hariom Sharma20, Aug 2023 05:14 PMgujaratijagran.com

ધૂમ્રપાનના કારણે સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ થવા લાગે છે, જેમાં સૌથી વધુ નુકસાન આંખોને પહોંચે છે. આંખો સાથે જોડાયેલી ઘણી સમસ્યાઓ સિગારેટના ધુમાડાને કારણ થઇ શકે છે.

મેક્યુલર ડિજનરેશનની સમસ્યા

ધૂમ્રપાનના કારણે આંખોમાં મેક્યુલર ડિજનરેશન થવાનો ખરતો વધી જાય છે. આ સમસ્યા સામાન્ય રીતે લોકોમાં 60 વર્ષ પછી જોવા મળે છે, પરંતુ સ્મોકિંગ કરતાં લોકોમાં આ બીમારી નાની ઉંમરથી શરૂ થવા લાગે છે.

ઓપ્કિટ ન્યૂરોપેથીની સમસ્યા

કોઇ પણ વસ્તુને જોવા માટે ઓપ્ટિક અને રેટીનાનું યોગ્ય હોવો ખૂબ જ જરૂરી છે, પરંતુ સ્મોકિંગમાં રહેલું નિકોટિન આંખોના ઓપ્ટિક ચેતા કોષોને અસર કરે છે, જેના કારણે વિઝન ઝાંખુ થવા લાગે છે.

કલર બ્લાઇન્ડનેસની સમસ્યા

સિગારેટના ધુમાડાથી આંખોની રેટીના પર અસર થાય છે. આનાથી આંખનો એ ભાગ જે કોઇ પણ દ્રશ્યને જોયા પછી આંખો સુધી પહોંચાડે છે તે ખરાબ થવા લાગે છે. રેટીના ખરાબ થવાના કારણે કલર બ્લાઇન્ડ થવાનો ખતરો વધી જાય છે.

મોતિયાની સમસ્યા

સિગારેટના ધુમાડાથી આંખોના સેલ્સ નબળા પડવા લાગે છે, જેના કારણે તમારી ઉંમર નાની હોવા છતાં મોતીયા જેવી બમારી થઇ શકે છે.

આંખોમાં બળતરા

સ્મોકિંગના દરમિયાન નીકળતા ધુમાડાથી આંખોમાં બળતરાની સમસ્યા થઇ શકે છે, જે રેટીનાને નુકસાન પહોંચાડે છે જે તમને અંધ પણ બનાવી શકે છે.

રેટીનામાં થાય છે સમસ્યા

સિગારેટમાં ઘણા પ્રકારના ઓક્સિડેન્ટ્સ હોય છે, જે આંખોના રેટીના માટે ખતરનાક હોય છે. સિગારેટના તમાકુમાં હાનિકારક કેમિકલ્સ અને રસાયણ હોય છે,જે આંખોની કોશીકાઓને ખરાબ કરી શકે છે.

બાળકો માટે 5 મિનિટમાં બનાવો હેલ્ધી રેસિપી