બાળકોના ખાવ-પીવાને લઇને પેરેન્ટ્સ હંમેશા ચિંતામાં રહે છે. તેઓ બાળકોને પોષણથી ભરપૂર વસ્તુઓ ખવડાવવા માગે છે, જેનાથી તેમનો ગ્રોથ સારો થઇ શકે. આવો આપણે જાણીએ કેટલીક એવી રેસિપી વિશે જે બનાવવામાં સમયો ઓછો લાગે અને હેલ્ધી પણ છે.
ઓટ્સ ફાયબરથી ભરપૂર હોય છે, જેનાથી પેટને ફાયદો મળે છે. સાથે જ તેમાં ઝિંક, આયર્ન, પ્રોટીન, મેગ્નીજ, કેલ્શિયમ અને વિટામિન બીના ગુણો હોય છે. તમે બાળકોને ઓટ્સની ખીચડી ખવડાવી શકો છો.
આને બનાવવા માટે સૌથી પહેલા એક કુકરમાં તેલ ગરમ કરવા મૂકો. આમાં જીરું નાખો. જીરું લાલ થયા બાદ તેમા ડુંગળી અને લીલા મરચા એડ કરો. ડુંગળી ગુલાબી થયા બાદ ટામેટ એડ કરો. જ્યારે ટામેટા ઓગળી જાય ત્યારે તેમાં શાકબાજી અને ઓટ્સ મિક્સ કરો અને 5થી 7 મિનિટ સુધી પકવો.
બાળકોને હેલ્ધી મગ દાળના પુડલા ખવડાવો. આ કોપર, ફોલેટ, રાઇબોફ્લેવિન, વિટામિન સી અને ફાયબરના ગુણોથી ભરપૂર હોય છે.
મગ દાળના પુડલા બનાવવા માટે સૌથી પહેલા પલાળેલી મગ દાળની પાતળી પેસ્ટ બનાવો. સ્વાદ અનુસાર તેમાં મીઠું નાખો. હવે એક પેનમાં તેલ ગરમ કરવા મૂકો. ત્યાર બાદ તેમાં મગ દાળની પેસ્ટને ગોળ ફરતી ફેલાવો. થોડા સમય પછી તેને બંને બાજુએ થી શેકી લો.
દાળમાં ભરપૂર માત્રામાં પ્રોટીન, ફાઇટોન્યૂટ્રિએન્ટ્સ, વિટામિન, મિનરલ અને ફાયબર હોય છે. બાળકોને આ સેન્ડવિચ ખવડાવો.
દાળ સેન્ડવિચ બનાવવા માટે દરેક દાળને મિક્સ કરીને પલાળો. પલાળેલી દાળની પેસ્ટ બનાવો અને તેમાં ડુંગળી, ટામેટા, લાલ મરચું, મીઠું અને ધાણા મિક્સ કરો. આ પેસ્ટને 2 સ્લાઇસ બ્રેડની વચ્ચે ભરો, અને બટરમાં લગાવીને શેકી લો.