મગજમાં સેરેબ્રોસ્પાઈનલ ફ્લ્યૂઈડનું પ્રમાણ જરૂરિયાત કરતાં વધી જાય, તો મગજમાં પાણી ભરાવવાની સમસ્યા થઈ શકે છે. જેને ડૉક્ટર્સની ભાષામાં હાઈડ્રોસેફાલસ કહેવામાં આવે છે.
જો તમને સવારના સમયે માથામાં દુખાવાની સમસ્યા રહેતી હોય, તો તે પણ મગજમાં પાણી ભરાવવાના શરૂઆતનો સંકેત હોઈ શકે છે.
હાઈડ્રોસેફાલસ થવાના કારણે પગની માંસપેશિઓમાં વિપરિત અસર થાય છે. જેના પરિણામે વ્યક્તિને ચાલવામાં તકલીફ થવા લાગે છે.
મગજમાં દબાણ વધવાના કારણે નસો પર વિપરિત અસર પડે છે. જેના પરિણામે આંખ સામેનું દ્રશ્ય ધુંધળું દેખાવા લાગે છે.
જો તમને ઉઠ્યા બાદ સતત થાક રહેતો હોય કે વધારે ઊંઘ આવતી હોય, તો તે પણ મગજમાં પાણી ભરાવવાનો સંકેત હોઈ શકે છે.
હાઈડ્રોસિફેલસ થવાના કારણે વ્યક્તિની વિચારવાની અને યાદ રાખવાની ક્ષમતાને અસર થાય છે.લાંબા ગાળે આ સમસ્યા વધી જાય છે અને વ્યક્તિ પોતાનું નામ પણ ભૂલી શકે છે.
જો તમને પણ ઉપરોક્ત પાંચ સંકેત જણાય, તો તાત્કાલિક આ સંદર્ભે તબીબની સલાહ લઈને સારવાર શરૂ કરાવવી હિતાવહ રહેશે.