Symptoms of Diabetes: પેશાબમાં જ જોવા મળે છે ડાયાબિટીસના સંકેત


By Sanket M Parekh06, Mar 2025 04:20 PMgujaratijagran.com

બ્લડ સુગર ટેસ્ટ

મોટાભાગના લોકો જ્યારે બ્લડસુગર ટેસ્ટ કરાવે, ત્યારે જ તેમને ડાયાબિટીસ થયો હોવાની ખબર પડે છે. જો કે કાયમ આવું નથી, ડાયાબિટીશ થતાં પહેલા શરીરમાં અનેક સંકેત જોવા મળી શકે છે.

પેશાબમાં ડાયાબિટીશના લક્ષણ

ઘણાં લોકોને ડાયાબિટીસની ખબર ઘણી મોડા પડતી હોય છે. જો કે પેશાબ દ્વારા પણ તમને ડાયાબિટીસનો ખ્યાલ આવી શકે છે.

પેશાબની ગંધ

પેશાબની ગંધ ખૂબ જ તીવ્ર હોય છે, પરંતુ જો પેશાબમાંથી મીઠી ગંધ આવવા લાગે, તો સમજી જાવ કે તમને ડાયાબિટીસ થઈ ચૂક્યો છે.

વારંવાર પેશાબ જવું

જો તમે પહેલાની માફક જ પુરતુ પાણી પી રહ્યા હોવ, પરંતુ અચાનક તમને વારંવાર પેશાબ કરવા જવું પડતું હોય, તો તે પણ ડાયાબિટીસનું એક લક્ષણ હોઈ શકે છે.

પેશાબ પર બળતરા

પેશાબમાં બળતરા થવી પણ ડાયાબિટીસનું એક લક્ષણ માનવામાં આવે છે. ડાયાબિટીસ થયો હોય, તેવા દર્દીને યુરિન પાસ કરતી વખતે તીવ્ર બળતરા થાય છે.

પેશાબનો રંગ બદલાય

મોટાભાગે પેશાબનો રંગ ટ્રાન્સપરન્ટ પીળાશ પડતો હોય છે. જો તમને પેશાબના રંગમાં કઈ ખ્યાલ ના આવતો હોય અને સહેજ ધુધળો દેખાય તો તે પણ ડાયાબિટીશનું લક્ષણ હોઈ શકે છે.

ડાયાબિટીશમાં ડાયટનું રાખો ધ્યાન

ડાયાબિટીસના દર્દીઓએ ખાણી-પીણીનું ખાસ ધ્યાન રાખવું જોઈએ, કારણ કે આ બીમારીનો કોઈ ઈલાજ નથી. ડાયાબિટીસને કંટ્રોલમાં રાખવા માટે દર્દીએ ડાયટ પર ખાસ ધ્યાન આપવું જોઈએ અને ફાઈબર ફૂડ્સ ખાવું જોઈએ.

Snoring Causes: નસકોરા બોલવાથી હોઈ શકે છે આ 4 ગંભીર બીમારી, જે ભાગ્યે જ કોઈ જાણતું હશે