Snoring Causes: નસકોરા બોલવાથી હોઈ શકે છે આ 4 ગંભીર બીમારી


By Sanket M Parekh06, Mar 2025 04:09 PMgujaratijagran.com

ઊંઘમાં નસકોરા બોલાવવા

રાતે સૂતી વખતે ભર ઊંઘમાં ઘણાં લોકોને નસકોરા બોલાવવાની આદત હોય છે. જો કે સૂનારા વ્યક્તિને તેનો ખ્યાલ પણ નથી હોતો. જો કે આ આદતના અનેક નુકસાન પણ થઈ શકે છે.

નસકોરા બોલાવવાના નુકસાન

આજે અમે આપને જણાવીશું કે, નસકોરા બોલાવવાથી તમે કંઈ-કઈ બીમારીનો શિકાર બની શકો છો. તો ચાલો આજે તેના વિશે વિસ્તારપૂર્વક જાણીએ, જેથી તમે પણ તમારી આદત બદલવા માટે પ્રયાસ કરો

નબળાઈ

હેલ્થ એક્સપર્ટના જણાવ્યા મુજબ, જો તમને નસકોરા બોલાવવાની આદત હોય, તો તેના પરિણામે તમને આખો દિવસ થાક, નબળાઈ અને એનર્જીની કમીનો અહેસાસ થતો રહે છે.

હાર્ટ માટે ખતરો

અનેક રિસર્ચમાં સામે આવ્યું છે કે, વધારે પડતાં નસકોરા બોલાવવાથી હાર્ટ સબંધિત બીમારીઓ થવાનો ખતરો ઘણો વધી જાય છે.

યાદશક્તિ પર અસર

દરરોજ નસકોરા બોલાવવાથી યાદશક્તિ, ધ્યાન, એકાગ્રતા અને નિર્ણય લેવાની ક્ષમતા પર નેગેટિવ અસર પડી શકે છે.

ઓબ્સટ્રક્ટિવ સ્લીપ એપનિયા

સતત નસકોરા બોલાવવાના કારણે તમને ઑબ્સટ્રક્ટિવ સ્લીપ એપનીયા સાથે સંકળાયેલી બીમારી થઈ શકે છે. જે આગળ જતાં તમારા માટે જીવલેણ સાબિત થઈ શકે છે.

નસકોરા કેવી રીતે બંધ કરશો?

નસકોરા બોલતા બંધ કરવા માંગતા હોવ, તો સૌ પ્રથમ તમારી લાઈફ સ્ટાઈલમાં ફેરફાર કરો. વજન કંટ્રોલમાં રાખો. તકિયા પર જ સૂવાની કોશિશ કરો. આ સિવાય નસકોરામાંથી મુક્તિ માટે સર્જરી પણ એક ઑપ્શન છે.

Stomach Worms: પેટમાં કીડા થાય ત્યારે તમારા શરીરનું શું થાય છે?