આજકાલ લોકોમા ઘણા કારણોથી ડિપ્રેશનની સમસ્યા જોવા મળતી હોય છે. ડિપ્રેશન શારિરીક અને માનસિક રીતે શરીરને ખૂબ જ નુકસાન પહોંચાડે છે, પરંતુ ક્યારેક લોકો ડિપ્રેશનનો શિકાર બનેલા હોવા છત્તા તે વાતથી તેઓ અજાણ હોય છે. ચલો જાણીએ ડિપ્રેશનમા જોવા મળતા લક્ષણો વિશે.
ડો. રેખા રાધામોનીના અનુસાર ડિપ્રેશનની સમસ્યામા વ્યક્તિમા પોતના નિર્ણય લેવાની ક્ષમતા ઓછી થઈ જાય છે. આ ઉપરાંત તેના મગજમા નકારાત્મક વિચારો પણ વધુ આવે છે. એવા ડિપ્રેશનના લક્ષણોને નજરઅંદાજ કરવા ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે.
શરીરનુ વજન ઘટવા લાગવુ એ ડિપ્રેશનની સમસ્યાનુ પ્રમુખ લક્ષણ છે. જો તમારુ વજન પણ કોઈ કારણ વગર ઘટી રહ્યુ છે તો તરત જ ડોક્ટરની મુલાકાત લો.
ડિપ્રેશનની સમસ્યામા ઊંઘમા અસંતુલન જોવા મળે છે. નકારાત્મક વિચારો વિશે વધુમા વધુ વિચાર કરવાના કારણે ઊંઘની સમસ્યા સર્જાય છે.
ડિપ્રેશનમા સ્વાભાવમા ચિડિયાપણુ અને ગુસ્સો વધવા લાગે છે. આ સ્થિતિમા અન્ય સાથે વાત કરવાનુ પણ વ્યક્તિને પસંદ આવતુ નથી.
ડિપ્રેશનના કારણે પાચનતંત્ર પર ખરાબ અસર પડે છે. આ દરમિયાન પેટમા દુખાવો પણ જોવા મળે છે.
શરીરમા અપચો, ગેસ અને ભૂખ ન લાગવી જેવી પેટ સાથે જોડાયેલી સમસ્યાઓ પણ ડિપ્રેશનના લક્ષણો હોય શકે છે.
ડિપ્રેશનને દૂર કરવા માટે તમે રોજ મેડિટેશન કરી શકો છો. આ ઉપરાંત જીવનશૈલીમા કેટલાક બદલાવ લાવીને પણ તમે ડિપ્રેશનની સમસ્યાથી છૂટકારો મેળવી શકો છો. આ સિવાય તમે પોતાની મનપંસદ એક્ટીવીટી કરીને પણ આ સમસ્યામા રાહત મેળવી શકો છો.