સામાન્ય રીતે દરેક ઘરમા મીઠા લીમડાનો ઉપયોગ જમવાનુ બનાવવા દરમિયાન કરવામા આવે છે. મીઠાના લીમડાથી ભોજનમા સ્વાદ તો વધે છે પરંતુ તેની સાથે શરીરને સ્વાસ્થ્ય સંબધિત ફાયદાઓ પણ મળે છે.
ડો. વરુણ કત્યાલના પ્રમાણે મીઠા લીમડામા કેલ્શિયમ, વિટામિન સી, એ અને અન્ય ઘણા પોષકતત્વો રહેલા હોય છે. જે શરીરને અનેક સમસ્યાઓથી બચાવે છે. ચલો તેના સેવનથી મળતા ફાયદાઓ વિશે જાણીએ.
ખાલી પેટે મીઠા લીમડાના સેવનથી પાચનતંત્ર મજબૂત થાય છે. તેના સેવનથી કબજિયાત, ગેસ તથા અપચા જેવી પાચન સંબધિત સમસ્યાઓનુ જોખમ ઓછુ રહે છે.
મીઠાના પત્તા શરીરમા રહેલા ખરાબ કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવામા મદદ કરે છે. જેના કારણે હાર્ટ સ્વસ્થ રહે છે.
સવારે ખાલી પેટે તુલસીના પત્તા સાથે લીમડાના પત્તાના સેવનથી શરીરનુ વજન ઓછુ થાય છે.
ખાલી પેટે મીઠા લીમડાના સેવનથી શરીરમા શુગરને નિયંત્રણમા રહે છે. જેનાથી આંખો અને કિડની પણ સારી રીતે કામ કરે છે.
મીઠાના લીમડામા વિટામિન એ હોય છે, જે આંખોની રોશની માટે ફાયદાકારક હોય છે. આંખોની રોશનીને તેજ બનાવવા મીઠા લીમડાનુ સેવન ખાલી પેટ કરો.