ક્રનિક હાર્ટ ફેલિયર સ્વાસ્થ્ય સાથે જોડાયેલી એક જટીલ સમસ્યા છે, જેમાં હાર્ટના સ્નાયુઓની ગતિ પર અસર થાય છે. આમા તમને ઘણાં લક્ષણો જોવા મળે છે, આવો જાણીએ ક્રોનિક હાર્ટ ફેલિયરના લક્ષણો વિશે.
ક્રોનિક હાર્ટ ફેલિયરની સ્થિતિમાં હાર્ટના સ્નાયુઓ પર અસર થાય છે, જેનાથી તમને દરેક સમયે થાકનો અનુભવ થાય છે. આ સ્થિતિમાં કંઇ પણ કામ કરવાનું મન થતું નથી, સાથે શરીરમાં સુસ્તી રહે છે.
ક્રોનિક હાર્ટ ફેલિયરની સ્થિતિ થવા પર તમારા સ્વભાવમાં પણ ચિડિયાપણું જોવા મળી શકે છે. શરીરમાં સુસ્તી અને થાક રહેવાના કારણે ચિડિયાપણનો અનુભવ થાય છે.
ક્રોનિક હાર્ટ ફેલિયરની સમસ્યામાં હાર્ટના સ્નાયુઓ કઠણ થઇ શકે છે, જેના કારણે હાર્ટ સુધી બ્લડ પહોંચતું નથી. આવી સ્થિતિમાં તમારે શ્વાસ લેવેમાં સમસ્યા થઇ શકે છે.
આ સ્થિતિમાં અચાનક વજન વધવાની સમસ્યા પણ થઇ શકે છે. જો કોઇ જ કારણ વગર તમારું વજન વધી રહ્યું છે તો આ ક્રોનિક હાર્ટ ફેલિયરના લક્ષણો હોઇ શકે છે.
ક્રોનિક હાર્ટ ફેલિયરમાં તમારા હાથ, પગ પર પણ પ્રભાવ પડી શકે છે. આ સ્થિતિમાં હાથ, પગ, કાંડુ, પંજામાં સોજા આવી શકે છે. આ પ્રકારનો લક્ષણો જોવા મળે તો ડોક્ટરની સલાહ લેવી.
ક્રોનિક હાર્ટ ફેલિયર થવાની સ્થિતિની અવગણના કરવાથી હૃદયની અન્ય બીમારીઓનું કારણ પણ બની શકે છે, સાથે હાર્ટ ડેમેજ પણ થઇ શકે છે.