બજારમાં મળતા મોંઘા ટોનર ફક્ત 10 રૂપિયામાં ઘરે બનાવો


By Hariom Sharma10, Jul 2023 07:28 PMgujaratijagran.com

ત્વચાના સ્વસ્થ અને સુંદર બનાવી રાખવા માટે ટોનરનો ઉપયોગ કરવો જોઇએ. તમે ઘરે સરળ રીતે પણ ટોનર બનાવી શકો છો, જાણો તેની રીત.

ગુલાબજળ ટોનર

એક કપ ગુલાબજળ અને તેમાં બે ચમચી મધ મિક્સ કરો. આ મિશ્રણને તમારા ચહેરાને સાફ કરીને ટોનર તરીકે ઉપયોગ કરો.

ગ્રીન ટી ટોનર

એક કપ ગરમ પાણીમાં એક ગ્રીન ટી બેગ લો અને 10 મિનિટ રાખો. ત્યાર બાદ આ પાણી ઠંડુ થયા બાદ ચહેરા પર ટોનરની જેમ ઉપયોગ કરો.

એલોવેરા જેલ ટોનર

એલોવેરા જેલ ગુણોથી ભરપૂર હોય છે, જે સ્કિનને ગ્લોઇંગ અને હેલ્ધી રાખે છે. આ માટે ચહેરાને ધોયા બાદ એલોવેરા જેલને ટોનર તરીકે એપ્લાય કરો.

લીંબુ ટોનર

બે કપ ગુલાબજળમાં એક ચમચી લીંબુનો રસ મિક્સ કરો. આ મિશ્રણને ચહેરો વોશ કર્યા બાદ લગાવો. 10થી 15 મિનિટ સુધી રાખો. લીંબુનું ટોનર સ્કિનનો નેચરલ ગ્લો વધારી શકે છે.

તુલસી ટોનર

તુલસીના પાંદડા ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે. આ માટે તુલસીના પાંદડાનો તાજો રસ કાઢીને ચહેરા પર ટોનર તરીકે ઉપયોગ કરો.

ખીરા ટોનર

ખીરાના રસનો ફેશિયલ ટોનર તરીકે ઉપોયગ કરી શકો છો. આ માટે એક સ્પ્રે બોટલમાં ખીરાનો રસ ભરીને ટોનર તરીકે રોજ ઉપયોગ કરો, જે સ્કિન માટે હેલ્ધી છે.

દરોજ એક લીલું મરચું ખાવાના છે અનેક ફાયદા