ભારતમાં લગભગ બધાના ઘરે રસોડામાં લીલા મરચા તો હોય છે, તેનો ઉપયોગ ઘણી વસ્તુઓમાં થાય છે. દરોજ ભોજનમાં એક લીલું મરચું ખાવાથી સ્વાસ્થ્યને લગતા અનેક ફાયદાઓ થાય છે. ચાલો જાણીએ તેના વિશે.
કહેવામાં આવે છે કે, ખોરાકની સાથે લીલું મરચું ખાવાથી શરીરમાં લોહીનું પરિભ્રમણ સારી રીતે થાય છે. આ ને આયરનનો નેચરલ સોર્સ પણ માનવામાં આવે છે.
લીલા મરચામાં કેપ્સેસીન નામનું સંયોજન હોય છે જે મગજમાં રહેલ હાયપોથેલેમસના ઠંડક કેન્દ્રને સક્રિય કરવામાં મદદ કરે છે. જેનાથી શરીરનું તાપમાન જળવાઈ રહે છે.
દરોજ ખોરાકની સાથે એક લીલું મરચું ખાવાથી બ્લડ સુગર કંટ્રોલમાં રહે છે. આનીથી ડાયાબિટીસનો ખતરો ઘણો ઓછો થઈ જાય છે.
લીલા મરચામાં વિટામિન અને મિનરલ હોય છે, જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક સાબિત થાય છે. તેનું દરોજ સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે.
કહેવામાં આવે છે કે લીલા મરચામાં ઝીરો કેલરી હોય છે, તેથી તેનુ સેવન કરવાથી વજનમાં ઘટાડો કરવામાં મદદ કરી શકે છે.
લીલા મરચામાં વિટામિન-એ હોય છે, જે આંખો માટે ઉત્તમ માનવામાં આવે છે. દરોજ એક મરચું ખાવાથી આંખોને સ્વસ્થ રાખવામાં મદદ મળે છે.
દરોજ ખોરાકની સાથે એક લીલું મરચું ખાવાથી પાચન સારૂં થાય છે, જેમાં મળતું ફાઇબર સ્વાસ્થ્ય માટે સારૂં માનવામાં આવે છે.