લીચી ઉનાળુ ફળ છે તેને ઉનાળામાં ખૂબ પસંદ કરવામાં આવે છે. તે પાણીની અછત દૂર કરે છે, તેના ઘણા ફાયદા છે.
લીચીમાં ઘણા પૌષ્ટિક ગુણો છે, તેમાં પોટેશિયમ, મેગ્નેશિયમ,ફોસ્ફરસ,વિટામિન-સી અને વિટામિન - બી6 મળે છે.
લીચીમાં વિટામિન-સી,બીટા કેરોટીન હોય છે. જે રાગપ્રતિકારક શક્તિને મજબૂત કરે છે. લીચીથી પાચન બરોબર થાય છે.
લીચીમાં પાણીનું પ્રમાણ વધુ હોય છે,તેને ખાવાથી શરીર હાઈડ્રેટેડ રહે છે.ડીહાઈડ્રેશનથી બચવા માટે લીચીનું સેવન કરો.
તેમા બીટા કેરોટીન અને ઓલીગોનોલ હોય છે, જે હ્રદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.
તેનું સેવન મર્યાદિત માત્રામાં કરવાથી મોટા શરીરને ઘટાડવામાં મદદ મળે છે તેમજ તેમાં ફાઈબરની માત્રા વધું હોવાથી તે કબજિયાતથી પણ રાહત આપે છે.
અસ્થમાથી પીડિત લોકો માટે લીચીનું સેવન મદદરૂપ થઈ શકે છે.
જીવનશૈલી અને સ્વાસ્થ્ય સંબંધિત અન્ય માહિતી ગુજરાતી જાગરણ પર વાંચતા રહો.