સમય સમય પર લિવરને સાફ કરવું ખૂબ જરૂરી છે. તમે થોડુક ડિટોક્સ ડ્રિંક્સ પીને પણ લિવરને સાફ રાખી શકો છો. આવો જાણીએ લિવરને સાફ રાખવા માટે ક્યા પાણીને પીવું જોઈએ.
લિવરમાં જમાં થતી ગંદકીને સાફ કરવા માટે ગરમ પાણીમાં લીંબુને નાખીને પી શકો છો. તેને પીવાથી લિવર સાફ થાય છે. એટલુ જ નહીં આ પાણી લિવરની કાર્યક્ષમતા વધારવામાં પણ મદદ કરે છે.
હળદર વાળુ પાણી પીવાથી લિવરમાં ભેગો થયેલ કચરો દૂર કરે છે, તેમાં રહેલા ઉત્સેચકો લિવરને સક્રિય કરે છે અને તેમાં અકઠા થયેલ ઝેરને દૂર કરવામાં મદદ કરે છે.
આંબળાનું પાણી પાચન તંત્રને સ્વસ્થ રાખવાની સાથે લિવર પણ સ્વસ્થ રાખે છે. તે પીવાથી લિવરમાં એકત્ર થયેલ ટોક્સિન્સ દૂર થાય છે, જેનાથી લિવર સાફ થાય છે.
મેથીનું પાણી પોલીફેનોલ્ક કમ્પાઉન્ડથી ભરપૂર હોય છે, જે લિવરમાં એકઠા થયેલ કચરાને સાફ કરવામાં મદદ કરે છે. આ માટે તમે મેથીને આખી રાત પલાળી રાખો અને સવારે ઉઠ્યા પછી પીવો.
કલોંજીનું પાણી શરીરમાં ડિટોસ્ક ડ્રિંક્સની જેમ કામ કરે છે. તે પીવાથી લિવર પર સારી અસર પડે છે. જેના કારણે તેમાં જમા થયેલ ટોક્સિન બહાર નીકળી જાય છે.