બાળકોમાં કેલ્શિયમની કમી હોવા પર દેખાય છે આ લક્ષણ, ભૂલથી પણ નજરઅંદાજ ના કરશો
By Sanket M Parekh2023-05-13, 15:55 ISTgujaratijagran.com
નબળા દાંત
બૉડીમાં કેલ્શિયમની કમી હોવા પર દાંત પર ખરાબ અસર પડે છે. કેલ્શિયમની કમીના કારણે તમારા દાંત અને પેઢા નબળા પડી જાય છે અને તેમાં દુખાવો પણ થઈ શકે છે.
હાડકા પર અસર
કેલ્શિયમની કમીના કારણે બાળકોના હાડકાનો વિકાસ યોગ્ય રીતે નથી થઈ શકતો. કેલ્શિયમની કમીના કારણે હાડકા સબંધિત સમસ્યાઓ થવાની સંભાવના વધી જાય છે.
નખ તૂટવા
બૉડીમાં કેલ્શિયમની કમી થવા પર બાળકોના નખ તૂટી શકે છે. આથી વારંવાર નખ તૂટવા અથવા નખમાં દર્દ થવો કેલ્શિયમની ઉણપનો સંકેત હોઈ શકે છે.
ડ્રાઈનેસ
જો તમારા બાળકની સ્કિન વધારે પડતી ડ્રાય રહેતી હોય, તો તે કેલ્શિયમની કમીનું લક્ષણ હોઈ શકે છે. આથી સ્કિન ડ્રાઈનેસની સમસ્યાને ઈગ્નોર કરવાની જગ્યાએ ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.