આ રીતે 5 મિનિટમાં ચહેરા પરથી ઑઈલ અને બ્લેકહેડ્સ હટાવો


By Sanket M Parekh2023-05-12, 16:27 ISTgujaratijagran.com

ગ્રીન ટી

ક્યાંક જવું હોય અને બ્લેકહેડ્સની સમસ્યા પરેશાન કરી રહી હોય, તો ગ્રીન ટીનો ઉપયોગ કરો. જેમાં વધારે સમય નહીં લાગે.

શું કરશો?

અડધી ચમચી ગ્રીન ટી લઈને હુંફાળા પાણીમાં મિક્સ કરીને પેસ્ટ બનાવો, જેને ચહેરા પર લગાવી 1-2 મિનિટ રાખો. સૂકાઈ જાય પછી આંગળીઓથી મસાજ કરો. જે ચહેરાના પોર્સને ખોલશે અને તેમાં રહેલી ગંદકીને નીકાળશે.

શું રોજ અપનાવાય આ નુસખો?

આ નુસખો તમે રોજ અપનાવી શકો છો, કારણ કે આ નેચરલ રીત છે અને ગ્રીન ટીને સ્કિન માટે સારી માનવામાં આવે છે.

ઑઈલ હટાવવાની ટ્રિક

ચહેરાથી વધારે ઑઈલ નીકાળવા માટે તમે કૉફી માસ્કનો ઉપયોગ પણ કરી શકો છો. જે સ્કિનને એક્સફોલિએટ પણ કરશે.

શું કરશો?

એક ચમચી કૉફીમાં ચપટી બ્રાઉન સુગર અને પાણીની મદદથી પેસ્ટ બનાવી લો. જેને ચહેરા પર લગાવીને 5-10 મિનિટ માટે છોડી દો. જે બાદ આંગળીથી મસાજ કર્યા બાદ ઠંડા પાણીથી ધોઈ નાંખો.

ઈંડાનો ઉપયોગ કરો

એક ઈંડાની સફેદી અને અડધી ચમચી લીંબુનો રસ મિક્સ કરીને સારી રીતે મિક્સ કરીને ચહેરા પર લગાવો. જેને 5 મિનિટ એમ જ છોડી દો અને પછી ઠંડા પાણીથી ધોઈ નાંખો.

મેન્ટલ હેલ્થ માટે ગાર્ડનિંગ છે બેસ્ટ ઑપ્શન