નિષ્ણાતો જણાવે છે, બંધ ધમનીઓના આ 5 લક્ષણો


By Smith Taral30, May 2024 03:34 PMgujaratijagran.com

આપણા શરીરમાં ધમનીઓ ધ્વારા લોહીનું પરિભ્રમણ થાય છે, અને જ્યારે કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધી જાય છે ત્યારે ધમનીઓ બંધ થઈ શકે છે અને હ્દય સંબધિત સમસ્યા થઈ શકે છે. નિષ્ણાતો બંધ ધમનીઓના આ 5 લક્ષણો જણાવે છે જે તમને આ તકલીફ વિશે અગાઉથી જ તમને ચેતવે છે જેથી સમયસર તેની સારવાર કરી શકાય.

છાતીનો દુખાવો

જયારે ધમનીઓમા કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધે છે ત્યારે લોહીની પરિભ્રમણમા અડચણ ઊભી થાય છે, જેની નકારાત્મક અસર હૃદય પર પડે છે

પગમાં દુખાવો

પગમાં દુખાવો બંધ ધમનીઓ થવા પાછળનું એક લક્ષણ છે. આ સિવાય આમાં પગ નિષ્ક્રિય થવો, સોજો આવી જવો જેવી સમસ્યા પણ ઊભી થાય છે

શ્વાસની સમસ્યાઓ

શ્વાસ લેવામાં તકલીફ થવી એ પણ ધમનીઓ બંધ થઈ જવાનું ચીહ્ન છે. ધમનીઓમાં ભરાઈ જવાથી ઓક્સિજન અને લોહીની માત્રામાં ઘટાડો થાય છે, જેના પરિણામે શ્વાસ લેવામાં તકલીફ થાય છે.

નબળાઈ લાગવી

શરીરમાાં અચાનકથી નબળાઇ લાગવી એ પણ બંધ થયેલી ધમનીઓનુ લક્ષણ છે, જે નર્વસ સિસ્ટમના કાર્ય પર નકારાત્મક અસર કરે છે

નબળાઈ લાગવી

શરીરમાાં અચાનકથી નબળાઇ લાગવી એ પણ બંધ થયેલી ધમનીઓનુ લક્ષણ છે, જે નર્વસ સિસ્ટમના કાર્ય પર નકારાત્મક અસર કરે છે

ઉબકા

છાતીમાં દુખાવો થવો અને શ્વાસ લેવામાં તકલીફ થવી જેવી સમસ્યાઓ પણ આમા જોવા મળે છે. આ સાથે ઉબકા આવવા એ ધમનીઓ ભરાઈ જવાની ચેતવણીની નિશાની હોઈ શકે છે.

હેલ્થ એક્સપર્ટ

નાણાવટી મેક્સ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, મુંબઈના સિનિયર કન્સલ્ટન્ટ કાર્ડિયોલોજિસ્ટ ડૉ. સલિલ શિરોડકરે, બંધ થયેલી ધમનીઓના આ સામાન્ય ચિહ્નો વિશે અમને માહિતગાર કર્યા

Heatwave Alert: તમારી આંખોને સુરક્ષિત રાખવા માટે આ પગલાં લો