હાલ ભારતના ઘણા પ્રદેશો અતિશય ગરમીનો સામનો કરી રહ્યા છે, તેવામાં ગુજરાતમાં પણ તાપમાન 45 ડીગ્રી સુધી પહોચીં જાય છે, આવામાં સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ઘણું જરુરી છે. ઉનાળાની ગરમીમાં આંખોને વધુ નુકસાન થાય છે, ડ્રાય આઇ સિન્ડ્રોમ, આંખોમા એલર્જી જેવી સમસ્યાઓનો સામનો કરવાનો થઈ શકે છે. આવો જાણીએ ઉનાળામાં તમે આંખોને કેવી રીતે સુરક્ષિત રાખી શકો છો
બને તેટલું ઘરમાં રહો અને બહાર જવાનું ટાળો ખાસ કરીને બપોરના સમયે જ્યારે તડકો સૌથી વધુ હોય. વધુ પડતો તડકો આંખની સમસ્યાઓને વધારે છે.
તમારી આંખો સહિત તમારા આખા શરીરને સારી રીતે હાઇડ્રેટેડ રાખવા માટે પુષ્કળ પાણી પીવો. આંખોના સ્વાસ્થ્ય અને કાર્યને જાળવવા માટે યોગ્ય હાઇડ્રેશન જરૂરી છે.
આંખોને હાનિકારક અલ્ટ્રાવાયોલેટ કિરણોથી બચાવવા માટે UV સુરક્ષાવાળા સનગ્લાસ પહેરો.
વધેલા તાપમાનથી આંખો ઝડપથી સૂકી થઈ જાય છે. આની માટે, દિવસમાં 2-3 વખત ઠંડા પાણીથી આંંખને ધોવો .
વધેલા તાપમાનથી આંખો ઝડપથી સૂકી થઈ જાય છે. આની માટે, દિવસમાં 2-3 વખત ઠંડા પાણીથી આંંખને ધોવો .
કોન્ટેક્ટ લેન્સ પહેરવાથી શુષ્કતા વધી શકે છે. ડ્રાય આઇ સિન્ડ્રોમનું જોખમ ઘટાડવા માટે શક્ય હોય તો કોન્ટેક્ટ લેન્સનો વધુ ઉપયોગ ન કરશો
તમારી આંખોને ઘસવાથી બળતરા થઈ શકે છે અને ચેપનું જોખમ વધી શકે છે. જો તમારી આંખોમાં ખંજવાળ આવે તો તેને ઘસવાને બદલે આંખના ટીપાંનો ઉપયોગ કરો.