શક્કરિયા ચાટ રેસીપી : માત્ર 10 મિનિટમાં ઘરે શક્કરિયા ચાટ કેવી રીતે બનાવવો, જાણી


By Vanraj Dabhi22, Oct 2023 02:31 PMgujaratijagran.com

શક્કરિયા ચાટ

લગભગ દરેક લોકોને ચાટ ખાવાનું ગમતું હોય છે. ત્યારે જો તમે ટેસ્ટી ચાટ ખાવા માંગો છો તો શક્કરિયા ચાટ ખાવામાં શ્રેષ્ઠ રહેશે. આવો જાણીએ તેને ઘરે બનાવવાની સરળ રીત.

સામગ્રી

બાફેલા શક્કરીયા, ઘી, મરચું પાવડર, જીરું, મીઠું, ડુંગળી, ટામેટા, ચાટ મસાલો, દહીં, દાડમના દાણા, ખાટી-મીઠી ચટણી.

સ્ટેપ-1

શક્કરિયા ચાટ બનાવવા માટે સૌપ્રથમ બાફેલા શક્કરિયાને ધોઈ લો પછી તેને ગોળ આકારમાં કાપી લો.

સ્ટેપ-2

તેને ક્રિસ્પી બનાવવા માટે એક પેનમાં થોડું ઘી ગરમ કરો અને તેમાં શક્કરિયાને થોડી વાર તળી લો અને તેને બંને બાજુથી ગોલ્ડન બ્રાઉન કરો.

સ્ટેપ-3

હવે તેને એક વાસણમાં કાઢી લો અને પછી તેમાં થોડું મરચું પાવડર, મીઠું, જીરું પાવડર, સમારેલી ડુંગળી, સમારેલા ટામેટા અને 2 ચમચી દહીં નાખીને મિક્સ કરો.

સ્ટેપ-4

તેમાં લીલી ચટણી અને મીઠી ચટણી નાખો આ સિવાય તમે ટમેટાની ચટણીનો ઉપયોગ કરી શકો છો. હવે બધી સામગ્રીને સારી રીતે મિક્સ કરો.

સ્ટેપ-5

આ પછી તેમાં થોડો ચાટ મસાલો નાખીને કોથમીરથી ગાર્નિશ કરો. જો તમે ઈચ્છો તો તેમાં દાડમના દાણા પણ નાખી શકો છો.

સ્ટેપ-6

જો તમને સ્પાઈસી ખોરાક ખાવો ગમે છે તો તમે તેમાં સમારેલા લીલા મરચા નાખી શકો છો. હવે આ ટેસ્ટી ચાટ સર્વ કરો.

વાંચતા રહો

આ રીતે તમે 10 મિનિટમાં શક્કરિયા ચાટ બનાવી શકો છો, આવી વધુ માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

નવરાત્રીના ઉપવાસમાં દહીં-બટાકા કેવી રીતે બનાવવા, નોંધી લો સરળ રેસીપી