નવરાત્રીના ઉપવાસમાં દહીં-બટાકા કેવી રીતે બનાવવા, નોંધી લો સરળ રેસીપી


By Vanraj Dabhi22, Oct 2023 10:30 AMgujaratijagran.com

દહીં બટાકાની રેસીપી

નવરાત્રી ચાલી રહી છે આ તકે જો તમે ઉપવાસ કરી રહ્યા છો અને રોક મીઠાથી બનેલી વસ્તુઓ ખાવ છો, તો ચાલો જાણીએ બટેટા અને દહીંમાંથી બનતા શાક વિશે જેને તમે ઉપવાસમાં પણ ખાઈ શકો છો. આવો જાણીએ તેની રેસીપી.

સામગ્રી

બટાકા - 4-5, દહીં - 1 કપ, ઘી- 2-3 ચમચી, કોથમીર - 1 ચમચી સમારેલી, લીલા મરચા - 2-3 સમારેલા, જીરું - અડધી ચમચી, હળદર પાવડર - અડધી ચમચી, આદુ - 1 નાનો ટુકડો છીણેલું, કાળા મરી પાવડર - અડધી ચમચી, રોક મીઠું - સ્વાદ મુજબ.

સ્ટેપ- 1

દહીં-બટેટાની કરી બનાવવા માટે સૌપ્રથમ બટેટાને બાફી, છોલીને કાપીને એક બાઉલમાં રાખો.

સ્ટેપ-2

હવે એક કડાઈમાં ઘી ગરમ કરો અને તેમાં જીરું નીખો પછી તેમાં સમારેલા લીલા મરચા અને વાટેલું આદુ નાખીને વઘાર કરો.

સ્ટેપ-3

હવે કડાઈમાં બાફેલા બટાકાની સાથે મીઠું, હળદર પાવડર, કાળા મરી પાવડર વગેરે નાખીને ચમચીની મદદથી હલાવો.

સ્ટેપ-4

હવે એક બાઉલમાં દહીં લો અને તેને થોડી વાર માટે સારી રીતે ફેટી લો અને પછી તેને બટાકા સાથે મિક્સ કરો.

સ્ટેપ-5

તમે તેમાં જરૂર મુજબ પાણી ઉમેરી શકો છો અને ઉપર કોથમીર નાખી થોડી વાર પકાવી લો. દહીં-બટેટાની કરી તૈયાર છે. ઉપવાસ દરમિયાન તમે તેને ઘઉંના લોટની પુરી અને પરાઠા સાથે સર્વ કરી શકો છો.

વાંચતા રહો

લોકો દહીં-બટાકાના શાકને છાશ બટેટા પણ કહે છે. ઉપવાસ દરમિયાન તમે તેને સરળતાથી બનાવીને ખાઈ શકો છો. આવી અન્ય રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

ચાંદીની કિંમતમાં છેલ્લા 9 દિવસમાં રૂપિયા 4,200નો ઉછાળો