સ્વાસ્થ્યની સાથે-સાથે સ્કિન માટે પણ વરદાન છે શક્કરિયા, ફાયદા જાણીને ચોંકશો તમે


By Sanket M Parekh03, Oct 2023 04:13 PMgujaratijagran.com

બ્યૂટી સિક્રેટ

તમે શક્કરિયાનો ઉપયોગ તમારા ચહેરા અને વાળની સુંદરતા બનાવવા માટે નેચરલ પ્રોડક્ટની જેમ કરી શકો છો. એવામાં ચાલો આજે શક્કરિયાના ફાયદા વિશે જાણીએ...

ઑઈલી સ્કિન

શક્કરિયાના ઉપયોગથી સ્કિનનું ઑઈલ નીકાળવામાં મદદ મળે છે. આ ઘરગથ્થુ નુસખા માટે તમારે એક શક્કરિયાને ઉકાળવું પડશે. જે ઠંડુ પડ્યા બાદ તેમા અડધી ચમચી મધ મિક્સ કરો. આ પેસ્ટને 15 મિનિટ સુધી ચહેરા પર લગાવીને રાખો. જો તમે ઈચ્છો તો તેમાં લીંબુ પણ મિક્સ કરી શકો છો.

બરછટ વાળ

શક્કરિયામાં અનેક પોષક તત્વો મળી આવે છે, જે વાળને પુરતુ પોષણ આપે છે. શક્કરિયામાં ઑલીવ ઑઈલ, દહી, મધ મિક્સ કરીને પેસ્ટ બનાવી લો. જેને અડધો કલાક સુધી વાળમાં લગાવી છોડી દો.

એન્ટી એજિંગ ગુણ

શક્કરિયા એન્ટી ઑક્સિડેન્ટ ગુણોથી ભરપુર હોય છે. જે સ્કિનને ગ્લોઈંગ અને એટ્રેક્ટિવ બનાવે છે. આ સાથે જ તે સનસ્ક્રિન લૉશનની જેમ પણ કામ કરે છે.

ડ્રાય સ્કિન

જો તમારી સ્કિન ડ્રાય રહેતી હોય, તો શક્કરિયા બેસ્ટ ઑપ્શન છે. જે મૉઈશ્વરાઈઝરની જેમ સ્કિનને હાઈડ્રેટ કરે છે. આ માટે શક્કરિયાને બાફીને તેમા ઓટ્સ અને દહી મિક્સ કરીને ચહેરા પર લગાવીને સ્ક્રબ કરો.

હાથની લટકતી ચરબી જોતજોતામાં પીગળાવી દેશે આ યોગાસન, આજથી નિયમિત શરૂ કરી દો