હાથની લટકતી ચરબી જોતજોતામાં પીગળાવી દેશે આ યોગાસન, આજથી નિયમિત શરૂ કરી દો


By Sanket M Parekh03, Oct 2023 04:10 PMgujaratijagran.com

યોગ મદદરૂપ

અનેક વખત હાથમાં જમા ફેટના કારણે તમે તમારા મનપસંદ ડ્રેસ નથી પહેરી શકતા. આ ફેટના કારણે લુક પણ ખરાબ દેખાવા લાગે છે. જો તમે પણ આવી કોઈ સમસ્યાથી ત્રસ્ત હોવ, તો કેટલાક યોગાસન તમને મદદરૂપ થઈ શકે છે.

વશિષ્ઠાસન

હાથના ફેટને ઓછો કરવા માટે વશિષ્ઠાસન કરી શકાય છે. જેનાથી બૉડી ટોન્ડ થાય છે અને માત્ર હાથ જ નહીં, પરંતુ કમરની ચરબી પણ ઓછી કરી શકાય છે.

ચતુરંગ દંડાસન

હાથના ફેટને ઓછો કરવા અને તેને મજબૂત બનાવવા માટે ચતુરંગ દંડાસન બેસ્ટ ઑપ્શન હોય છે. આ આસનને ફૉર લિમ્બ્સ સ્ટાફ પોઝ પણ કહે છે. જે ફેટ ઓછો કરવા સાથે મસલ્સને પણ મજબૂતી આપે છે.

અપવર્ડ પ્લેન્ક પોઝ

અપવર્ડ પ્લેન્ક પોઝને ગુજરાતીમાં પૂર્વોત્તાનાસન કહેવાય છે. જેને કરવાથી ખભા, હાથ, કાંડા અને પીઠને મજબૂતી મળે છે. આ આસન હાથ, પગ ઉપરાંત કુલાના ફેટને ઘટાડે છે.

અધોમુખ શ્વાનાસન

અધોમુખ શ્વાનાસન કરવાથી હાથની ચરબી ઝડપથી ઓગળવા માંડે છે. આ યોગાસન દરરોજ નિયમિત કરવાથી બાથ તેમજ પેટની ચરબી ઘટવા માંડે છે.

કોફીની મદદથી તમે કિયારા અડવાણીની જેમ ગ્લોઈંગ સ્કિન બનાવી શકો છો